રાહુલે ગાલીબની શાયરીમાં આપ્યો મોદીને જવાબ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં વારાણસીની રેલી દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડપ્રધાન મનમોહન સિંહ પર અનેક કટાક્ષો કર્યા. હવે રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના બહરાઇચમાં ફરીથી નોટબંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, હમણા એક જ દિવસ પહેલાં ગુજરાતમાં યોજાયેલી રેલીમાં મે વડાપ્રધાનને 2-3 પ્રશ્નો પૂછ્યા હતા, એ મારા નહીં જનતાના સવાલો હતા. પીએમ મોદીએ એ સવાલોના તો કોઇ જવાબ નથી આપ્યા, પરંતુ જેણે સવાલ પૂછ્યા એની મજાક ઉડાવી.

rahul gandhi

અહીં વાંચો - રાહુલ બોલતા શીખ્યા એ મારા માટે ખુશીની વાતઃ મોદી

રાહુલ ગાંધીએ કહ્યું કે, તમારે મારી ડેટલી મજાક ઉડાવવી હોય એટલી મજાક ઉડાડો, પરંતુ દેશના યુવાનોના સવાલોનો જવાબ આપો. હું ગાલિબના શબ્દોમાં કહું તો, 'હર એક બાત પે કહતે હો તુ ક્યા હે, તુમ હી કહો કિ યે અંદાજ-એ-ગુફ્તગુ ક્યા હે?'

બેંકોમાં લાગેલી લાઇનોના સંદર્ભે તેમણે કહ્યું કે, મોદીજીએ કહ્યું કે લાઇનોમાં ચોર ઊભા છે, આજે મેં બેંકો સામે લોકોને ઊભેલા જોયા, મોદીજી, એ ચોર નહીં, પ્રમાણિક ગરીબ લોકો હતા. કોઇ સૂટ-બૂટ વાળા લાઇનમાં ઊભેલા જોવા નથી મળ્યા.

અહીં વાંચો - રાહુલ ગાંધીએ પીએમ પર કરેલા આરોપની સચ્ચાઇ

ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, દરરોજ અમારા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, અમે આ સમસ્યા લઇને વડાપ્રધાન પાસે ગયા પરંતુ તેમણે આ અંગે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો.

કાળા નાણાં અંગે વાત કરતા રાહુલ ગાંધઈએ કહયું કે, દેશમાં માત્ર 1% ટકા લોકો પાસે કાળુ નાણું છે. જે લોકો લાઇનમાં ઊભા છે એમની પાસે કાળું નાણું નથી, જે લોકો પ્લેન લઇને ફરે છે એમની પાસે છે. પીએમ મોદી પર પ્રશ્ન ઉઠાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં કોઇ એવું છે જેના એકાઉન્ટમાં મોદીજીએ 15 લાખ રૂપિયા જમા કરાવ્યા હોય? એક પણ નહીં. તેમણે તો લલિત મોદી અને વિજય માલ્યાને દેશમાંથી ભગાડી દીધા.

English summary
Rahul gandhi rally in bahraich of Uttar Pradesh.
Please Wait while comments are loading...