રાહુલ ગાંધીના પીએમ પર કરેલા આરોપની સચ્ચાઇ શું છે જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના મહેસાણામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જે દસ્તાવેજોના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો છે. તેને સુપ્રીમ કોર્ટે પહેલાથી જ અપ્રમાણિક અને કાલ્પનિક કહી બરતરફ કરી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે એક પીઆઇએલની સુનવણી દરમિયાન આ કાગળને કાલ્પનિક ગણાવ્યા છે અને તે મામલે આજે પણ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

Rahul gandhi


નોંધનીય છે કે વકીલ પ્રશાંત ભૂષણે રાજનૈતિક નેતાઓના કોરપોરેટ પરિવારોથી મળતા નાણાં પર એક પીઆઇએલ સુપ્રીમ કોર્ટમાં નાખી છે. આ નેતાઓમાં નરેન્દ્ર મોદીનું પણ નામ હતું. રાહુલ ગાંધી જે કાગળોની વાત કરે છે તે આજ પીઆઇએલ હેઠળ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો સહારા અને બિરલા ગ્રુપો પાસેથી ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જપ્ત કર્યા હતા.


સુપ્રિમ કોર્ટે શું કહ્યું

સહારાના આ ડોક્યૂમેન્ટના આધારે પ્રશાંત ભૂષણે અરજીમાં નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 2013ના ઓક્ટોબર અને નવેમ્બરમાં ગુજરાતના સીએમ પદ પર રહેતા તેમણે સહારા અને આદિત્ય બિરલા ગ્રુપથી ભારે મોટી રકમમાં નાણાં લીધા હતા. આ કેસની 25 નવેમ્બરે સુનવણી થઇ હતી જસ્ટિસ જે એસ ખેહર અને જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચ કહ્યું કે આ ડોક્યુમેન્ટ પર વિશ્વાસ મૂકાય તેવો નથી. અને તે અપ્રામાણિક હોવાના આધારે તેની પર તપાસનો આદેશ ન આપી શકાય. વધુમાં પ્રશાંત ભૂષણને 14 ડિસેમ્બર સુધી આ પર ઠોસ પુરાવા રજૂ કરવાનું કહ્યું હતું. પણ નક્કી સમય સીમાની અંદર પ્રશાંત ભૂષણે આ પર કોઇ આધારભૂત દસ્તાવેજ ના લાવી શક્યા.


તે પછી 16 ડિસેમ્બરે આ કેસની સુનવણી થઇ તો પ્રશાંત ભૂષણ સવાલ કર્યો કે શું જસ્ટિસ ખેહર આ કેસની સુનવણી માટે ઉપયુક્ત છે. તે પણ ત્યારે જ્યારે તેમની ચીફ જસ્ટિસ બનવાની ફાઇલ પીએમ પાસે મંજૂરી માટે ગઇ છે. પ્રશાંત ભૂષણે આ વ્યવહાર પર આપત્તિ વ્યક્ત કરતા બેંચની સુનવણી સ્થગિત કરવામાં આવી અને હવે આ કેસની આગલી સુનવણી 11 જાન્યુઆરી થવાની છે.

English summary
Read here , the truth behind the documents used rahul gandhi against pm modi.
Please Wait while comments are loading...