For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Election Results: ભાજપના પક્ષમાં આવશે 100% પરિણામ, જનતા અહંકારનો જવાબ આપશેઃ ભાજપ નેતા આશીષ સૂદ

શરુઆતના રુઝાનોથી ભાજપ નેતાએ દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમમાં એક વાર ફરીથી કેસરિયો ધ્વજ લહેરાશે.

|
Google Oneindia Gujarati News

Delhi MCD Election Results: દિલ્લી નગર નિગમની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. બધા 250 વૉર્ડના રુઝાનો આવી ગયા છે. રુઝાનો મુજબ ભાજપ 123 અને આપ 119માં તેમજ કોંગ્રેસ 6 વૉર્ડમાં આગળ ચાલી રહી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ક્યાંક ભાજપ તો ક્યાંક આપ આગળ ચાલી રહી છે. કોંગ્રેસના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. જો કે, શરુઆતના રુઝાનોથી ભાજપ નેતાએ દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમમાં એક વાર ફરીથી કેસરિયો ધ્વજ લહેરાશે.

aashish sood

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના સંયોજક આશીષ સૂદે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે દિલ્લી નગર નિગમ ચૂંટણીના પરિણામો તેમના પક્ષમાં જ આવશે અને મેયર ભાજપના જ બનશે. તેમણે કહ્યુ કે, 'ભાજપે નગર નિગમમાં ઘણા કામો કર્યો છે. દિલ્લીની જનતાને સાફ-સફાઈ વગેરે માટે ઘણા માનદંડ સ્થાપિત કર્યા છે. ચોક્કસપણે આ કામોનુ જ પરિણામ તેમને એમસીડીમાં જીત રુપે મળશે. દિલ્લીની જનતા આમ આદમી પાર્ટી પ્રમુખના અહંકારનો જવાબ આપી રહી છે. આઠ વર્ષની સરકારની એંટી ઈંકમ્બન્સીનો વળતર આમ આદમી પાર્ટીએ ભોગવવુ પડશે.'

દિલ્લી MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થયુ હતુ. અત્યાર સુધી એમસીડીમાં ભાજપની સરકાર હતી પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે જનતા હવે પરિવર્તનનો મૂડ બનાવી ચૂકી છે. અગાઉ 5 ડિસેમ્બરે એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા અને તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સરકારની રચનાની આગાહી કરવામાં આવી હતી. પરિણામો પહેલા જ પોતાની જીતનો વિશ્વાસ ધરાવતી આમ આદમી પાર્ટીએ નવુ સ્લોગન આપ્યુ હતુ - 'અચ્છે હોંગે ​​5 સાલ, એમસીડી મે ભી કેજરીવાલ'.

English summary
Delhi MCD Election Results: 100% result will be in favor of BJP, people will answer ego: BJP leader
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X