Delhi MCD Election Results: રુઝાનોમાં આપ 100 સીટોને પાર, પરિણામ પહેલા કેજરીવાલના પિતા ગુજરાત વિશે આ કહ્યુ
દિલ્લી એમસીડી ચૂંટણીના રુઝાનો આવવા શરુ થઈ ગયા છે. આપે પાર કર્યો 100નો આંકડો.
Delhi MCD Election Results: દિલ્લી એમસીડી ચૂંટણીના રુઝાનો આવવા શરુ થઈ ગયા છે. 250 વૉર્ડોમાં મત ગણતરી કરવામાં આવી રહી છે. આજે 1349 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પ્રારંભિક રુઝાનો મુજબ આમ આદમી પાર્ટી ભાજપથી આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી 102 સીટો પર અને ભાજપ 95 સીટો પર આગળ છે. કોંગ્રેસ માત્ર 6 સીટો પર જ્યારે એક સીટ પર અન્ય આગળ છે.

તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ જીતનો દાવો કર્યો છે. આ દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલના પિતા ગોવિંદ રામ કેજરીવાલે પણ આપની જીતનો દાવો કર્યો છે અને ટીવી 9 સાથેની વાતચીતમાં કહ્યુ કે, 'અમને ખુશી છે કે બધાને મદદ મળશે. સફાઈ થશે. સારુ સ્વાસ્થ્ય મળશે. બધાનુ ભલુ થશે. ગુજરાતમાં નથી થઈ રહ્યુ. ગુજરાતવાળાને તકલીફ જ રહેશે. તેમને જે સુવિધાઓ મળવાની હતી એ નહિ મળી શકે.'
નોંધનીય છે કે સવારે 8 વાગ્યાથી 42 કેન્દ્રોમાં મતગણતરી શરુ થશે. 10 હજારથી વધુ કર્મચારીઓ મતગણતરી કરશે. બધા વૉર્ડોમાં મતગણતરીના 5થી 10 રાઉન્ડ થશે. બપોરે એક વાગ્યા સુધીમાં બધા વૉર્ડોની મતગણતરીનુ કામ પૂરુ થઈ જશે. બપોર સુધી દિલ્લીની એમસીડી સરકારની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તમને જણાવી દઈએ કે દિલ્લી નગર નિગમની ચૂંટણીનુ મતદાન 4 ડિસેમ્બરે થયુ હતુ. ચૂંટણીમાં કુલ 1349 ઉમેદવારો છે. જેમાંથી 709 મહિલાઓ છે.












Click it and Unblock the Notifications
