• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi MCD Results: શાનદાર જીત પછી કેજરીવાલે કહ્યુ- દિલ્લીવાસીઓ 'I Love You Too'

જીત બાદ દિલ્લીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.
|
Google Oneindia Gujarati News

Delhi MCD Results: દિલ્લી નગર નિગમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત મળી ચૂકી છે. આપે ભાજપના 15 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દીધુ છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બહુ મોટી જીત મેળવી છે. જીત બાદ દિલ્લીના સીએમ અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા.

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, આટલી મોટી આટલી ભવ્ય જીત, આટલા મોટા બદલાવ અને પરિવર્તન માટે માટે, હું દિલ્લીના લોકોને અભિનંદન આપવા માંગુ છુ. દિલ્લીની જનતાએ પોતાના દીકરા અને ભાઈને એ લાયક ગણ્યા કે અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપી. તેમણે અમને જે પણ જવાબદારી આપી. અમે લાખો કરોડો બાળકોનુ ભવિષ્ય બનાવ્યુ છે. અમે લોકોની સારવારની વ્યવસ્થા કરી. લોકોએ અમને વીજળીની જવાબદારી આપી તો અમે વીજળી સુધારી. આજે દિલ્લીની જનતાએ તેમના પુત્રને સ્વચ્છતાની જવાબદારી સોંપી છે, તો અમે તેને પૂરી કરીશુ. તમારા પ્રેમ અને વિશ્વાસનુ ઋણ હું ચૂકવી શકીશ નહિ. હું તમારા વિશ્વાસને જાળવી રાખુ એવો હું પ્રયત્ન કરીશ.

તેમણે કહ્યુ કે હવે બધાએ સાથે મળીને કામ કરવુ પડશે. મારી બધાને અપીલ છે કે બધા ઉમેદવાર, પાર્ટીઓને કે રાજનીતિ આજ સુધી જ હતી. હવે બધાએ કામ કરવાનુ છે. બધાએ મળીને દિલ્લીને ઠીક કરવાની છે. હું આમાં ભાજપનો પણ સહકાર ઈચ્છુ છુ. હું કોંગ્રેસનો પણ સહકાર ઈચ્છુ છુ. જેમણે અમને વોટ નથી આપ્યા તેમનુ સૌથી પહેલા કામ કરીશુ. હું દિલ્લીને ઠીક કરવા માટે પીએમના આશીર્વાદ પણ ઈચ્છુ છુ. દિલ્લીને સાફ કરવી પડશે. આમાં બધાની ડ્યુટી લાગશે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 'આપવાળા'ને જોઈને લોકોએ શ્રદ્ધા આવવી જોઈએ. અમારે નકારાત્મક રાજનીતિ નથી કરવી. આજે દિલ્લીની જનતાએ સાબિત કરી દીધુ છે કે શાળાઓ અને હૉસ્પિટલોથી વોટ મળે છે. જો આપણે ગાળાગાળી કરતા રહીશુ તો દેશ કેવી રીતે આગળ વધશે. આમ આદમી પાર્ટી જે મુદ્દા ઉઠાવી રહી છે તેનાથી દેશની પ્રગતિ થશે. દિલ્લીની જનતાએ દેશને મોટો સંદેશ આપ્યો છે કે સકારાત્મક રાજનીતિ કરો, નકારાત્મક રાજનીતિ ન કરો.

પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને સલાહ આપતા કેજરીવાલે કહ્યુ કે અહંકારી ન બનો, ઘમંડના કારણે મોટી- મોટી સત્તાઓ પણ પડી ભાંગી છે. ઘણા કાઉન્સિલર બન્યા છે, ધારાસભ્ય બન્યા છે. કોઈ અહંકાર ના રાખો. અહંકાર બતાવીએ તો લોકો માફ કરે કે ન કરે, ભગવાન માફ નહિ કરે. તમારુ પતન ચોક્કસ થશે.

જીત બાદ દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યુ કે AAPને જનાદેશ આપવા બદલ અમે દિલ્લીની જનતાનો આભાર માનીએ છીએ. આ માત્ર જીત નથી પરંતુ દિલ્લીને સ્વચ્છ અને બહેતર બનાવવાની મોટી જવાબદારી છે. તેમણે કહ્યુ કે આજે દિલ્લીને માત્ર કેજરીવાલને જીતવાનો આદેશ નથી આપ્યો પરંતુ છેલ્લા 15 વર્ષથી દિલ્લીને લૂંટી રહેલા ભાજપને ભગાડવાનુ કામ કર્યુ છે. MCDમાં ભાજપ 15 વર્ષથી સત્તામાં હતો, તેને હટાવીને દિલ્લીની જનતાએ કેજરીવાલને તક આપી છે. આ માત્ર એક વિજય નથીપરંતુ એક મોટી જવાબદારી છે. દિલ્લીને સાફ કરવાની જવાબદારી. દિલ્લીને ચમકાવવાની જવાબદારી.

પંજાબના સીએમ ભગવંત માને કહ્યુ કે MCDમાં 15 વર્ષ પછી જનતાની જીત થઈ. દિલ્લીને દેશનુ દિલ કહેવામાં આવે છે. દિલ્લીની જનતાએ અરવિંદ કેજરીવાલને જીતાડી દીધા છે. આપવાળા વેચાતા નથી. ભગવંત માને ગુજરાતમાં પણ જીતનો દાવો કર્યો. આવતીકાલે સવારે 8.15 કલાકે ગુજરાતના એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. રાજનીતિની દશા અને દિશા બદલવા માટે અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાંથી બહાર આવ્યા હતા. અમે આગળ વધીશુ. અમે માત્ર વચનો જ નથી આપતા પણ તેને પૂરા પણ કરીએ છીએ.

English summary
Delhi MCD Elections Results: CM Arvind Kejriwal address party workers as aap get majority win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X