For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના ગુનેગારો હવે આંતતરાષ્ટ્રીય કોર્ટના શરણે પહોચ્યા

નિર્ભયાના ગુનેગારો હવે આંતતરાષ્ટ્રીય કોર્ટના શરણે પહોચ્યા

|
Google Oneindia Gujarati News

દિલ્હીના નિર્ભયા કેસમાં અવનવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા રોકવા માટે ધમપછાડા કર્યા બાદ હવે મામલાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવામાં આવ્યો છે. દોષિતોના વકીલ દ્વારા ત્રણ આરોપીએ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે તેમની ફાંસીની સજાને અટકાવવા માટે ICJ એટલે કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસના દ્વાર ખખડાવ્યા છે.

20 માર્ચે ફાંસીનો સુપ્રીમનો આદેશ

20 માર્ચે ફાંસીનો સુપ્રીમનો આદેશ

એક તરફ તિહાર જેલમાં ગુનેગારોને ફાંસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. જેલ અધિકારીઓએ ઉત્તર પ્રદેશના મેરઠ નિવાસી પવન જલ્લાદને ફાંસી આપવાના ત્રણ દિવસ પહેલા 17 માર્ચે તિહાર જેલ પહોચવા અને પૂર્વ તૈયારીને અંજામ આપવા આદેશ કર્યો છે. તો બીજી તરફ આ ગુનેગારો મોતથી બચવાના તમામ કાનુની પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છેકે, ચારેય આરોપી મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય સિંહને 20 માર્ચના રોજ ફાંસી આપવાનો કોર્ટે આદેશ કરી દીધો છે.

ફાંસી ટાળવા માટે મરણીયા પ્રયાસ

ફાંસી ટાળવા માટે મરણીયા પ્રયાસ

દોષિતોની ફાંસી ટાળવા માટે પરિવારજનો અને તેમના વકીલો દ્વારા તમામ હાથકંડા અપનાવવામાં આવી રહ્યા છે. કોર્ટ સમક્ષ એક સામાજિક દબાણ ઉભુ કરવાના હેતુથી, ગુનેગારોના 13 પરિવારજનોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

2012ના વર્ષમાં ગુનેગારોએ આચર્યુ હતુ અધમ કૃત્ય

2012ના વર્ષમાં ગુનેગારોએ આચર્યુ હતુ અધમ કૃત્ય

આ જઘન્ય અપરાધની જો વાત કરીએ તો, 2012ના વર્ષમાં દિલ્હીમાં એક પેરામેડિકલની વિદ્યાર્થીની સાથે 6 લોકોએ ચાલતી બસમાં દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત હેવાનિયતથી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હતી. જેના કારણે પીડિતાને વિદેશમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી. જ્યાં, આખરે તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં હાહાકાર ફેલાયો હતો અને લોકોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પણ કર્યો હતો. 2013ના વર્ષમાં નીચલી કોર્ટે પાંચ આરોપીઓને ફાંસી આપવાની સજા સંભળાવી હતી. જે ફાંસીની સજાને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી હતી. ટ્રાયલ દરમિયાન મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરંતું, બાકીના 4 ગુનેગારોને હવે ફાંસીના ફંદે ચઢાવવા જેલતંત્ર તૈયારી કરી રહ્યુ છે ત્યારે, ગુનેગારોએ આંતરરાષ્ટ્રીય અદાલત સમક્ષ હવે આખરી રસ્તો અજમાવી બચવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

રદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતીરદ થઈ શકે છે IPL 2020, આઈપીએલ ફ્રેન્ચાઈઝીના એક અધિકારીએ આપી માહિતી

English summary
Delhi Nirbhya culprits are going to icj for ban on death warrant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X