For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં દેખાઈ ઑડ-ઈવનની અસર, પ્રદૂષણ ઘટ્યુ, પહેલા દિવસે 265ને થયો દંડ

દિલ્લીમાં ઑડ-ઈવન ફોર્મ્યુલા સોમવારથી લાગુ કરી દેવામાં આવી છે. આ ફોર્મ્યુલા લાગુ થવાથી દિલ્લીની હવામાં અમુક સુધારો જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં વધતા વાયુ પ્રદૂષણના કારણે દિલ્લીની કેજરીવાલ સરકારે સોમવારે એક વાર ફરીથી ઑડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઑડ-ઈવન ફોર્મ્યુલા સોમવારથી લાગુ કરી દેવામાં આવી છે. આ ફોર્મ્યુલા લાગુ થવાથી દિલ્લીની હવામાં અમુક સુધારો જોવા મળ્યો છે. આજે સવારે દિલ્લીની હવામાં અપેક્ષાકૃત ઓછુ પ્રદૂષણ છે. તમને જણાવી દઈએ કે ઑડ-ઈવન ફોર્મ્યુલા સવારે 8 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી લાગુ છે. આનુ ઉલ્લંઘન કરનારને 4000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ઑડ-ઈવનની અસર

ઑડ-ઈવનની અસર

સોમવારે દિલ્લીની હવાની વાત કરીએ તો રવિવારની સરખામણીમાં તે ઘણી સારી હતી. દિલ્લીના મુખ્યમમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ઑડ-ઈવન ફોર્મ્યુલાનો પહેલો દિવસ ઘણો સફળ રહ્યો છે. આ દરમિયાન 15 લાખ કારો રસ્તા પર નહોતી. સોમવારે સાંજે વાયુ પ્રદૂષણથી રાહત વચ્ચે મંગળવારે મોટાભાગની જગ્યાઓએ વાયુ પ્રદૂષણ ગંભીરની શ્રેણીમાં હતુ. અમુક જ જગ્યાઓએ એર ક્વૉલિટી ઈન્ડેક્સ 500 પ્લસ નોંધવામાં આવ્યુ છે. ઑડ-ઈવન લાગુ થયા બાદ આ નિયમનુ ઉલ્લંઘન કરવાના કારણે 259 લોકો પર દંડ કરવામાં આવ્યો.

વિજય ગોયલ લાગ્યો દંડ

વિજય ગોયલ લાગ્યો દંડ

જે લોકો પર દંડ લગાવવામાં આવ્યો તેમાં ભાજપ નેતા વિજય ગોયલ પણ શામેલ છે જેમણે પ્રદર્શન સ્વરૂપ પોતે ઑડ નંબરની કાર ચલાવી હતી. તે પોતાના ઘરે અશોક વિહારથી જનપથ સુધી કાર લઈને બહાર નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે ભાજપે આ ઑડ-ઈવન સ્કીમને આમ આદમી પાર્ટીની ચૂંટણી સ્કીમ ગણાવી છે. ભાજપનો આરોપ છે કે આપસરકાર આ સ્કીમ દ્વારા દિલ્લીના લોકોનુ શોષણ કરી રહી છે. સોમવારે સિવિલ ડિફેન્સના 2000 વોલિંટિયર, દિલ્લી પોલિસની 465 ટીમ, રાજસ્વ અને પર્યટન વિભાગની ટીમોને ઑડ-ઈવન નિયમ તોડનારા પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ શું ખરેખર પ્રેગ્નેન્ટ છે દીપિકા પાદુકોણ? ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો આ ફોટોઆ પણ વાંચોઃ શું ખરેખર પ્રેગ્નેન્ટ છે દીપિકા પાદુકોણ? ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો આ ફોટો

વધુ 650 બસો

વધુ 650 બસો

સોમવારે 650 વધુ ખાનગી બસો ચાલુ કરવામાં આવી હતી જેનાથી લોકોને ઑડ-ઈવનના કારણે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ના પડે. દિલ્લી સરકારના અધિકારીએ જણાવ્યુ કે ડીટીસીની બસોમાં લગભગ 8 લાખ મુસાફરોએ સફર કરી જ્યારે ક્લસ્ટર બસોમાં સવારની શિફ્ટમાં ચાર લોકોએ સફર કરી હતી. અન્ય દિવસોની સરખામણીમાં દિલ્લીમાં સોમવારે ઓછો ટ્રાફિક હતો.ઘણા લોકોનુ કહેવુ હતુ કે તે પોતાની ઓફિસ નક્કી સમયથી પહેલા પહોંચી ગયા.

સીએમની અપીલ

સીએમની અપીલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓને વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ઑડ-ઈવન ફોર્મ્યુલાનુ પાલન કરવાની અપીલ કરી છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સોમવારે સાઈકલથી પોતાના કાર્યાલય પહોંચ્યા હતા. વળી, અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તે પોતાની પાસે લોકો સાથે કાર પુલ કરીને પોતાના કાર્યાલય જશે. સાથે જ તેમણે લોકોને કાર પુલ અપનાવવા માટે કહ્યુ છે જેનાથી માત્ર પ્રદૂષણ નહિ ઘટે પરંતુ લોકોમાં દોસ્તી પણ વધશે.

English summary
Delhi: Odd even begins with cleaner note more 265 were fined on the first day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X