26 જાન્યુ. થઈ શકે છે આંતકવાદી હુમલો, સુરક્ષા એજન્સી સતર્ક

Written By:
Subscribe to Oneindia News

ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દેશની સુરક્ષા એજન્સીઓએ દિલ્હીમાં આંતકવાદી હુમલો થવાની આંશકા વ્યક્ત કરી છે. આથી સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ એક કોલ ઇટરસેપ્ટ પોલીસને મોકલ્યો છે. એજન્સી અનુસાર દિલ્હીના જામા મસ્જીદ વિસ્તારમાં ત્રણ શંકાસ્પદ લોકો છુપાયો હોવાની માહિતી મળી છે. તેઓ પસ્તો ભાષામાં વાતચીત કરી રહ્યા છે. આથી કહી શકાય કે, તે મુળ અફઘાનના હોઇ શકે છે. સુરક્ષા એજન્સી સિવાય દિલ્હી પોલીસની સ્પેશયલ એજન્સી દ્વારા પણ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

India

ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસની ખુબ જ ધામધુમથી રાજધાની દિલ્હીમાં ઉજવણી થાય છે. આથી આ દિવસે કોઇ પણ પ્રકારની આંતકી ઘટનાથી બહુ મોટા પાયા પર જાન-માલનું નુકસાન થવાની સંભાવના રહેલી છે. ત્યારે આ અગે ગૃહમંત્રાલય દ્વારા પણ સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે, ડ્રોન દ્વારા પણ હુમલો થઇ શકે છે. એટલે કોઇ હવાઇ હુમલા માટે પણ પોલીસને એલર્ટ રહેવા જણાવાયું છે. આ સિવાય રાષ્ટ્રપતિ ભવનની પણ સુરક્ષામાં વધારો કરાયો છે. આંતકવાદીઓની વાત કરવામાં આવે તો સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડવામાં આવેલી તેમની વાતચીત પરથી જાણી શકાયું છે કે, તેમને જમ્મુ-કશ્મીરના પુલવામા વિસ્તારમાંથી ગાઇડ કરવામાં આવે છે. તેમને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હી ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

English summary
Delhi on High alert ahead of Republic day. Read more Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.