સુનંદા પુષ્કરની થઇ હતી હત્યા, દિલ્હી પોલીસ કમિશ્નરનો ખુલાશો

નવી દિલ્હી, 6 જાન્યુઆરી: દિલ્હી પોલીસ કમિશ્નર બીએસ બસ્સીએ મંગળવારે એક ખુલાશો કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત કૂદરતી નહી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સુનંદા જણાવ્યું કે સુનંદાને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.

બસ્સીએ જણાવ્યું કે 'મેડિકલ બોર્ડ તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેમાં તેમના મોતનુ કારણ અપ્રાકૃતિક અને ઝેરના કારણે થઇ હોય તેવું સામે આવ્યું છે. કેસમાં અજાણ્યા સખ્સની વિરુદ્ધ એફઆઇઆર નોંધી લેવામાં આવી છે અને તમામ તપાસ હાથ ધરવામાં આવી છે.'

sunanda-pushkar
કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના રહસ્યમય મોત પરથી પરદો ઉઠવાની દિશામાં દિલ્હી પોલીસે લીલા પેલેસ હોટલના સ્ટાફ સાથે પૂછ પરછ કરી હતી. આ જ હોટલમાં સુનંદાની રહસ્યમય પરિસ્થિતિઓમાં મોત થયું હતું.

શું છે આખી ઘટના
નોંધનીય છે કે સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ના રોજ લીલા પેલે હોટલના રૂમ નંબર 345માં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પહેલા સુનંદા અને પાકિસ્તાની પત્રકાર મેહર તરારની વચ્ચે ટ્વિટર પર વાદ-વિવાદ થયો હતો. આ ચર્ચા શશિ થરૂરની સાથે મેહરના કથિત 'અફેર'ને લઇને થઇ હતી.

sunanda-pushkar
વિસરા રિપોર્ટમાં થયો હતો ખુલાસો
એમ્સ મેડિકલ બોર્ડ અનુસાર ત્રણ ડોક્ટરોની ટીમે વિસરા રિપોર્ટની ફરીથી તપાસ બાદ સુનંદાના શરીરમાં ઝેરના અંશની ખરાઇ થઇ હતી, પરંતુ ઝેરના પ્રકારનો ખુલાશો ન્હોતો થઇ શક્યો. એમ્સ મેડિકલ બોર્ડે આ રિપોર્ટ 27 સપ્ટેમ્બર 2014ના રોજ તૈયાર કર્યો હતો અને 30 સપ્ટેમ્બરના રોજ સરોજની નગર પોલીસ સ્ટેશનમાં સુપરત કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X