અરૂણાચલના વિદ્યાર્થીના મોતની તપાસ માટે SIT નિમાઇ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: દિલ્હી પોલીસે અરૂણાચલના વિદ્યાર્થી નિડો તાનિયાની મોતની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)નું નિર્માણ કર્યું છે. લાજપત નગરમાં કથિત રીતે દુકાનદારોએ વિદ્યાર્થીને માર્યો હતો જેના લીધે તેનું મોત નિપજ્યું હતું.

પોલીસના અનુસાર દક્ષિણ-પૂર્વના પોલીસ નાયબ કમિશનર પી કરૂણાકરણના પ્રત્યક્ષ નિરીક્ષણમાં એસઆઇટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોલીસે આ મુદ્દે ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે છ લોકોની ઓળખ કરી છે. તેમાંથી બે કિશોર છે. આ મુદ્દે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

nido-taniam

સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પોલીસે દાવો કર્યો છે કે પોલીસ સ્ટેશનથી પરત લાવ્યા બાદ બે પોલીસ અધિકારીઓએ નિડોને ઘટનાસ્થળ પર છોડ્યો ન હતો અને દુકાનદારોએ ફરીથી વિદ્યાર્થીની મારઝૂડ કરી હતી. નિડોના સંબંધીઓ અને મિત્રોએ દાવો કર્યો છે કે પોલીસ વાળા વિદ્યાર્થીને પોલીસ સ્ટેશન પરત લઇ જઇ ઘટનાસ્થળે મુકી આવ્યા હતા.

નિવેદન અનુસાર તપાસ અને વીડિયોગ્રાફિક વિશ્લેષણ દરમિયાન આ વાત સામે આવી છે કે નિડો તાનિયાને પીસીઆર વાન દ્વારા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને તપાસ માટે બે પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર લઇ ગયા હતા પરંતુ તેને ફરીથી કોઇએ માર્યો ન હતો. બીજી તરફ દિલ્હી પોલીસે નીડો તાનિયા પર હુમલાના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે.

English summary
The Delhi Police formed a Special Investigation Team (SIT) on Monday to probe the death of a student from Arunachal Pradesh in the national capital. It also announced the arrest of three people in the alleged attack on Nido Taniam which later led to his death.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.