ગણતંત્ર દિવસ પહેલા દિલ્હી પોલીસને મોટી સફળતા, ખાલિસ્તાનીઓના ઠેકાણા પરથી હેન્ડ ગ્રેનેટ મળ્યા

ભલ્સવા ડેરી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના દરોડામાં એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા નૌશાદ અને જગજીત સિંહની પૂછપરછ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.

નવી દિલ્હી : ભારતમાં આગામી પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. મળતી વિગતો અનુસાર પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાંથી તાલિબાન સમર્થિત બે શકાસ્પદ વ્યક્તિઓની તપાસ દરમિયાન એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ભલ્સવા ડેરી વિસ્તારમાં દરોડા પાડી આ કાર્યવાહી કરી છે.

Delhi Police

ભલ્સવા ડેરી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના દરોડામાં એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. યુએપીએ હેઠળ ધરપકડ કરાયેલા નૌશાદ અને જગજીત સિંહની પૂછપરછ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. એફએસએલની ટીમે જે ઘરમાં દરોડા પાડ્યા છે ત્યાંથી કેટલાક લોહીના નમૂના પણ મળી આવ્યા છે.

સામે આવી રહેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જહાંગીરપુરીમાં કેટલાક શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી બાદ નૌશાદ અને જગજીત પકડાયા હતા. બન્નેની પૂછપરછ બાદ એક ઘરમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. પોલીસે જ્યાં દરોડા પાડ્યા હતા તે જગ્યાએ દિવાલ પર લોહીના ડાઘા પણ જોવા મળ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ યોજાય છે તે પહેલા જ હેન્ડ ગ્રેનેડ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X