For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની ખાનગી શાળાઓ પર કસાયો ગાળિયો, કોઈ ખાસ દુકાનેથી પુસ્તકો અને યુનિફૉર્મ લેવા માટે નહિ પાડી શકો ફરજ

દિલ્લી સરકારે ખાનગી શાળા પર કડકાઈ વર્તવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી સરકારે ખાનગી શાળા પર કડકાઈ વર્તવાનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓની મનમાની પર ગાળેિયો કસવાનો નિર્ણય દિલ્લી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે મુજબ કોઈ ખાસ દુકાનમાંથી જ યુનિફૉર્મ, સ્ટેશનરી વગેરે લેવા માટે દિલ્લીની કોઈ પણ ખાનગી સ્કૂલ હવે માતાપિતાને ફરજ નહિ પાડી શકે. દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ ઘોષણા કરી છે.

school

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ પંજાબની પ્રાઈવેટ સ્કૂલો માટે આ નિયમ કાઢ્યો હતો. હવે આ નિયમ દિલ્લીના પ્રાઈવેટ સ્કૂલો પર પણ લાગુ થશે. દિલ્લીની ખાનગી સ્કૂલ માતાપિતાને કોઈ ખાસ દુકાનમાંથી બાળકોના યુનિફૉર્મ, જૂતા, પુસ્તકો, નોટો વગેરે સ્કૂલનો કોઈ પણ સામાન લેવા માટે બાધ્ય નહિ કરી શકે. માતાપિતા જ્યાંથી ઈચ્છે ત્યાંથી ખરીદી શકે છે. સ્કૂલો દ્વારા જે દુકાનો સાથે ટાઈ અપ છે તેમના સામાન ખરીદવા જરુરી નથી.

દિલ્લી સરકાર આ ઘોષણા કરતી વખતે સ્પષ્ટ કર્યુ કે ખાનગી શાળાઓએ યુનિફૉર્મ, પુસ્તકો-નોટો, સ્ટેશનરીના બીજા સામાન વગેરેની આખી યાદી પેરેન્ટ્સને આપવી પડશે. સાથે જ એ પણ જણાવવુ પડશે કે આ સામાન્ય ક્યાં-ક્યાંથી ખરીદી શકાશે. કોઈ ખાસ દુકાન પર માતાપિતાને મોકલી શકાશે નહિ. યાદી મળ્યા બાદ પેરેન્ટ્સ જ્યાંથી ઈચ્છે ત્યાંથી પોતાની જરુરિયાત, અનુકુળતા અને ખિસ્સા મુજબ સ્કૂલનો સામાન ખરીદી શકે છે.

આ વિશે દિલ્લી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્લીમાં ખાનગી બિન-અનુદાનિત માન્યતા પ્રાપ્ત શાળાઓ સમાજ અથવા ટ્ર્સ્ટ દ્વારા ચેરિટેબલ સંસ્થા તરીકે બિન-નફાકારક ધોરણે ચલાવવામાં આવે છે. આ રીતે કોઈ પણ પ્રવૃત્તિમાં નફા અને વેપારીકરણને અવકાશ ન હોવો જોઈએ.

English summary
Delhi private school can not force patents to buy school items from a spicific shop now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X