For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીઃ CABના વિરોધમાં ભારે પ્રદર્શન, કેટલાય મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીઃ CABના વિરોધમાં ભારે પ્રદર્શન, કેટલાય મેટ્રો સ્ટેશન બંધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટને લઈ દેશના કેટલાય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિીના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ. વિદ્યાર્થીઓના પ્રદર્શન પગલે દિલ્હી મેટ્રોના પટેલ ચોક અને જનપથ મેટ્રો સ્ટેશન પર પોલીસની સલાહ બાદ એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવામાં આવી છે.

જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓએ આ એક્ટને લઈ વિરોધ કર્યો

જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓએ આ એક્ટને લઈ વિરોધ કર્યો

શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં પણ બિલના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. હવે જામિયા મિલિયા ઈસ્લામિયામાં વિદ્યાર્થીઓ આ એક્ટને લઈ વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરબાજી કરી ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થિનીઓ પણ સામેલ છે. આ વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. ગુરુવારે રાતથી જ વિરોધ પ્રદર્શન માટે વિદ્યાર્થીઓ એકત્રિત થવા લાગ્યા હતા.

કલમ 144 લાગૂ થવાના કારણે રેલી કાઢવાની મંજૂરી નહિ

કલમ 144 લાગૂ થવાના કારણે રેલી કાઢવાની મંજૂરી નહિ

આ દમરિયાન બંનેની વચ્ચે હિંસક ઝપાઝપી થઈ જેમાં પોલીસકર્મી અને સ્ટૂડેન્ટ્સ બંને ઘાયલ થઈ ગયા. સ્ટૂડેન્ટ્સનો આરોપ છે કે તેમના પર પોલીસકર્મીઓએ બળ પ્રયોગ કર્યો. જ્યારે પોલીસનું કહેવું છે કે કલમ 144 લાગૂ થવાના કારણે રેલી કાઢવાની મંજૂરી નથી. યૂનિવર્સિટી ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો. બીજી તરફ પ્રદર્શનને જોતા સંસદ ભવન નજીકના બે મેટ્રો સ્ટેશન જનપથ અને પટેલ ચોક બંધ કરી દેવામાં આવ્યા છે.

મેટ્રો સ્ટેશન ફરી ખોલી દેવામાં આવ્યા

મેટ્રો સ્ટેશન ફરી ખોલી દેવામાં આવ્યા

બીજી તરફ વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે બંધ કરી દેવામાં આવેલ પટેલ ચોક અને જનપથ મેટ્રો સ્ટેશન ફરીથી ખોલી દેવામાં આવ્યા છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને ટ્વીટ કરી આ અંગેની જાણકારી આપી હતી. ડીએમઆરસી મુજબ હવે તમામ મેટ્રો સ્ટેશન પર પરિચાલન ફરીથી ચાલુ થઈ ગયો છે.

નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...નાગરિકતા બિલ લાગૂ કરવાનો આ 5 રાજ્યોનો ઈનકાર, કેન્દ્રએ કહ્યું કે...

English summary
Delhi: protests over CAB, several metro stations closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X