ગુડિયા રેપ કેસ: બિગ બીએ કહ્યું 'આ દેશમાં મર્દ હોવા પર શરમ આવે છે'

નવી દિલ્હી, 20 એપ્રિલ: દિલ્હીમાં પાડોશી દ્વારા કથિત રીતે પાંચ વર્ષિય બાળકીને એક રૂમમાં ગોંધી રાખવા અને બળાત્કારની ઘટનાએ આખા ભારતને હચમચાવી નાખ્યું હતું. પાંચ વર્ષની માસૂમને ન્યાય અપાવવા માટે લોકો ઠેર-ઠેર પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે બીજી બાજું બાળકી જીવન અને મૃત્યુંની વચ્ચે લડી રહી છે. આ ઘટનાના દુ:ખથી બોલિવૂડ પણ પાછળ રહ્યું નહીં. અભિનેતા અમિતાભ બચ્ચને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

અમિતાભ બચ્ચને લખ્યું છે કે 'સમજાતુ નથી કે આના પર શું પ્રતિક્રિયા આપીએ. શું થઇ રહ્યું છે આ આપણા દેશમાં, આપણા સમાજને શું થઇ ગયું છે? આવા હેવાનોને તો જનતાને સોંપી દેવા જોઇએ અને જનતા તેમની સાથે ન્યાય કરે. આ દેશમાં મર્દ હોવા પર શરમ આવે છે.'

amitabh bachchan
અમિતાભ બચ્ચને ફેસબુક પેજ પર લખ્યું કે દિલ્હીમાં 5 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને બાદમાં તેને મારવાનો પ્રયતન... ખુબજ દુ:ખદ સમાચાર અને એક શરમજનક ઘટના છે. બિગ બીએ સજા અંગે જણાવ્યું કે એ જાનવરોને સજા તો મળવી જોઇએ અને એ પણ કડકમાં કડક.

ઉલ્લેખનીય છે કે બળાત્કારની શિકાર માસૂમ બાળકી બે દિવસથી ગુમ બાળકી પાડોશીના ઘરેથી લોહીલુહાણ હાલતમાં મળી આવી. બાળકીની હાલત ખૂબ જ ગંભીર બનેલી છે. ડોક્ટરોએ બાળકીના પેટમાંથી એક મીણબત્તી અને એક કાચની શીશી મળી આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X