For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં રેવ પાર્ટીનો ખુલાસો, નશામાં ડૂબી હતી છોકરીઓ

મોડી રાત સુધી ફુલ વોલ્યુમમાં મ્યુઝિક, ઝગમગતી લાઈટો, નશામાં ડૂબેલા યુવાનોની ફોઝ, અને અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ ફ્લોર પર નાચતી છોકરીઓ, આટલું જ જણાવવું કાફી છે કે રેવ પાર્ટી ચાલી રહી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મોડી રાત સુધી ફુલ વોલ્યુમમાં મ્યુઝિક, ઝગમગતી લાઈટો, નશામાં ડૂબેલા યુવાનોની ફોઝ, અને અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ ફ્લોર પર નાચતી છોકરીઓ, આટલું જ જણાવવું કાફી છે કે રેવ પાર્ટી ચાલી રહી છે. શનિવારે મોડી રાત્રે દિલ્હીના છતરપુરમાં પોલીસ વિભાગ ઘ્વારા રેવ પાર્ટીનો ભાંડો ફોડવામાં આવ્યો. છાપો મારવામાં ભારે માત્રામાં ડ્રગ અને દારૂ મળી આવ્યો. રેવ પાર્ટી મામલે પોલીસે 16 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટી દરમિયાન લગભગ એક હજાર લોકો શામિલ હતા, જેમાં ઘણા નાબાલિક છોકરા અને છોકરીઓ પણ હતી.

આ પણ વાંચો: મનોરંજન માટે 10 ટકા કમિશન આપીને છોકરીઓને બોલાવવામાં આવી હતી

વિદેશી બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું

વિદેશી બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું

અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ પાર્ટી છતરપુરમાં એક ફેશન ડિઝાઇનિંગ કંપનીના હોલમાં થઇ રહી હતી. તેમને જણાવ્યું કે રેવ પાર્ટીમાં નાબાલિકોને પણ દારૂ પીરસવામાં આવી રહ્યો હતો. આ પાર્ટીમાં શામિલ લોકો ગુડગાંવ, નોઈડા અને ફરિયાબાદના નિવાસી છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેવ પાર્ટીમાં વિદેશી બેન્ડ પરફોર્મ કરી રહ્યું હતું.

2500 રૂપિયા રેવ પાર્ટી એન્ટ્રી ફી

પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રેવ પાર્ટી એક ફાર્મ હાઉસમાં ગેરકાનૂની રીતે ચાલી રહી હતી, જેમાં આવનાર લોકો પાસેથી એન્ટ્રી ચાર્જ રૂપે 2500 રૂપિયા લેવામાં આવતા હતા. પાર્ટીમાં ઘણા નાબાલિક યુવક અને યુવતીઓ પણ શામિલ હતી, જેઓ ગુડગાંવ, નોઈડા અને ફરિયાબાદથી આવ્યા હતા.

ગયા મહિને નોઈડામાં રેવ પાર્ટી પકડાઈ હતી

ગયા મહિને નોઈડામાં રેવ પાર્ટી પકડાઈ હતી

ગયા મહિને નોઈડા પોલીસે પણ એક રેવ પાર્ટીમાં છાપો માર્યો હતો. પોલીસ અધિકારીઓને મળેલી માહિતી અનુસાર ફાર્મહાઉસ બહાર 39 લક્ઝરી ગાડીઓ, 9 મોંઘી બાઈકો હતી. આ રેવ પાર્ટીમાં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતી છોકરીઓ પણ શામિલ હતી. એટલું જ નહીં પરંતુ ઘણા ફેમસ બિઝનેસમેન પણ શામિલ હતા.

શુ છે રેવ પાર્ટી

શુ છે રેવ પાર્ટી

રેવ પાર્ટી દારૂ, મ્યુઝિક, ડ્રગ, નાચગાન, અને સેક્સનું કોકટેલ હોય છે. આ પાર્ટીઓ ઘણી જ ગુપચુપ રીતે આયોજિત કરવામાં આવે છે અને જેમને આ પાર્ટીમાં બોલાવવામાં આવે છે તેઓ પાર્ટી વિશે બહારના લોકોને બિલકુલ પણ જાણ થવા દેતા નથી. નશીલા પદાર્થ વેચનાર લોકો માટે આ પાર્ટી ખુબ જ મોટો બિઝનેસ અડ્ડો બની છે.

English summary
Delhi: Rave party busted by Police at a farmhouse in Chhattarpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X