For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની સ્કૂલોમાં પ્રોજેક્ટ વૉઈસ બનશે બાળકોનો અવાજ, કોઈ સંકોચ વિના કહી શકશે પોતાની વાત

સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે દિલ્લી સરકારે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ વોઈસ છે. જાણો તેના વિશે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે દિલ્લી સરકારે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનું નામ વોઈસ છે. પ્રોજેક્ટ વૉઈસ દ્વારા વર્ગ 3 થી 12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વિચારોની આપ-લે કરવામાં આવશે. આ મહિનાના અંતથી તમામ સરકારી શાળાઓમાં પ્રોજેક્ટ વૉઈસ લાગુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે શિક્ષણ ક્ષેત્રે દિલ્લી સરકાર સતત નવા પ્રયોગો કરી રહી છે. આ જ કારણ છે કે ઘણી સરકારી શાળાઓમાં બાળકોના કૌશલ્ય વિકાસથી લઈને શિક્ષકોને અંગ્રેજી બોલવા માટેની તાલીમ શરૂ કરવામાં આવી છે. હવે આ ક્રમમાં દિલ્લી સરકાર વધુ એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે.

students

સરકારે સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ વૉઈસ છે. પ્રોજેક્ટ વૉઈસ દ્વારા વર્ગ 3થી 12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વિચારોની આપ-લેની કરવામાં આવશે. જેથી શિક્ષક સાથે વાત કરતી વખતે બાળકને કોઈ સંકોચ ન થાય. આ પ્રોજેક્ટ શિક્ષણ નિયામકની સૂચના પર શરૂ કરવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ માટે ડિબેટ, સ્પેલ બી અને તૈયારી વિના બોલવા જેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. આ સાથે આ પ્રવૃત્તિઓને વધારવા માટે શાળા, ઝોનલ અને રાજ્ય કક્ષાએ સ્પર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવશે.

ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને કહ્યુ છે કે પ્રોજેક્ટ વૉઈસ વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપશે જ્યાં તેઓ કોઈપણ ખચકાટ કે અવરોધ વિના પોતાના વિચારો વ્યક્ત કરી શકશે. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં કોઈ પણ ડર વિના અન્ય લોકો સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો પ્રયાસ કરશે. ડિરેક્ટોરેટનુ માનવુ છે કે આવી પહેલથી વિદ્યાર્થીઓને ડિબેટ અથવા અન્ય પ્રકારના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે હિંમત મળશે. વળી, તે તેમનામાં આત્મવિશ્વાસ, શબ્દભંડોળનો વિકાસ અને જાહેરમાં બોલવાની કુશળતા વિકસાવશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને હિન્દીમાં તૈયારી વિના સ્પેલ બી અને બોલવા જેવી સ્પર્ધાઓ બનાવવામાં આવશે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને સ્પેલ બી અને તૈયારી વિના બોલવામાં આવશે તેમજ તે ઉપરાંત ડિબેટ પણ કરવામાં આવશે. જ્યારે નવમાથી બારમા સુધીના વિદ્યાર્થીઓને તૈયારી વિના સ્પીકિંગ અને ડિબેટિંગ એક્ટિવિટી કરાવવામાં આવશે.

English summary
Delhi's Arvind Kejriwal goverment will launch Project Voice for school sctudents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X