દિલ્લીમાં શરૂ થયુ 'જ્યાં વોટ ત્યાં વેક્સીનેશન' અભિયાન, લોકોના ઘરે-ઘરે જશે કર્મચારી
કોરોનાની ત્રીજી લહેરને જોતા દિલ્લીની કેજરીવાલ સરકારે વેક્સીનેશનની ગતિ વધારવા માટે આજથી એક સ્પેશિયલ વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ છે.
દિલ્લીઃ કોરોનાની બીજી લહેરમાં દેશના અન્ય રાજ્યોની જેમ રાજધાની દિલ્લી પણ સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. દિલ્લીમાં ઑક્સિજનની મુશ્કેલી અને કોવિડ બેડ ઉપલબ્ધ ન થવાથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે દિલ્લીમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે અને પહેલાની સરખામણીમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સંભવિત કોરોનાની ત્રીજી લહેરને જોતા દિલ્લીની કેજરીવાલ સરકારે વેક્સીનેશનની ગતિ વધારવા માટે આજથી એક સ્પેશિયલ વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ છે.

દિલ્લી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પેશિયલ વેક્સીનેશન અભિયાનની માહિતી આપીને જણાવ્યુ કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે દિલ્લીમાં આજથી એક સ્પેશિયલ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યુ છે જેનુ નામ 'જ્યાં વોટ ત્યાં વેક્સીનેશન' છે. જો વેક્સીનની કમી ન થઈ તો આ અભિયાન હેઠળ 4 સપ્તાહમાં 45 વર્ષથી વધુ બધા લોકોને દિલ્લીમાં વેક્સીન લગાવી દેવામાં આવશે. દિલ્લીના સીએમ કહ્યુ કે આ અભિયાન હેઠળ લોકોને ઘરે-ઘરે જઈશુ અને કહીશુ કે તમે વોટ આપવા જાવ છો ત્યાં જ જાવ અને ત્યાં તમારા વેક્સીનેશનની અમે વ્યવસ્થા કરેલી છે. આજથી દિલ્લીના 70 વૉર્ડથી આ શરૂ કરવામાં આવશે. દર સપ્તાહે વૉર્ડમાં આ અભિયાન કરવામાં આવશે.
વળી, સીએમે જણાવ્યુ કે આજે જે 70 વૉર્ડમાં આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યુ છે ત્યાંના બુથ લેવલ ઑફિસર (BLO)ને આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ BLO આવતા 2 દિવસ દરેક ઘરમાં જઈન પૂછસે કે 45 વર્ષથી વધુના લોકો કોણ છે, શું તેમણે વેક્સીન મૂકી દીધી છે અને જો ના મૂકી હોય તો તેમને વેક્સીન લગાવવાનો સ્લૉટ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં અત્યાર સુધી 57 લાખ લોકોને જ રસી મૂકાઈ શકી છે. વળી, 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીનની કમીના કારણે ડોઝ મળી શકતો નથી.












Click it and Unblock the Notifications
