Parliament Monsoon Session : દિલ્હી સેવા બીલ, મણિપુર હિંસા, 10 મુદ્દામાં જાણો સંસદના ચોમાસુ સત્રની આજની અપડેટ

Parliament Monsoon Session : હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે સરકાર દિલ્હીમાં સેવાઓ અને અધિકારીઓની પોસ્ટિંગ પર નિયંત્રણ માટે આજે સંસદમાં એક બીલ પસાર કરવાની તૈયારી કરી રહી છે. જે કારણે વિપક્ષ હોબાળો કરી શકે છે. આ સાથે મણિપુર હિંસાને કારણે પણ સંસદમાં હોબાળો જોવા મળે છે.

ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બીલ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સામે સંયુક્ત વિપક્ષ માટે યુદ્ધનું મેદાન બની ગયું છે.

Parliament Monsoon Session

દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી બનાવવા માટે વટહુકમને બદલવા માટે ડ્રાફ્ટ બીલ સાંસદોમાં ફરતું કરવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP), જે વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાનો ભાગ છે, તેણે આ બીલ સામે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પણ આ બીલના વિરોધમાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં મણિપુર સંઘર્ષ પર બોલવાની વિપક્ષની માંગને કારણે છેલ્લા ઘણા દિવસોથી સંસદની કાર્યવાહી પ્રભાવિત થઈ રહી છે. વિપક્ષી નેતાઓ હજુ પણ આ મુદ્દે અડગ છે.

ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેઓ મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચાનો જવાબ આપવા તૈયાર છે, પરંતુ વિપક્ષ આ મુદ્દે વાત કરવાથી દૂર ભાગી રહ્યો છે. તેમણે વિપક્ષોને હાથ જોડીને આ મુદ્દા પર ચર્ચા કરવા અપીલ કરી હતી.

વિપક્ષે અમિત શાહની ઓફરને ઠુકરાવી દીધી, અને PM મોદીને મણિપુર હિંસા પર બોલવા માટેના છેલ્લા પ્રયાસ તરીકે સંસદમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી.

જ્યારે લોકસભાના અધ્યક્ષે અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે, ત્યારે વિપક્ષ તેના કાયદાકીય કાર્યસૂચિ સાથે આગળ વધવાના સરકારના વલણથી નારાજ છે.

કેન્દ્ર સરકારે લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે 13 ડ્રાફ્ટ કાયદાઓની સૂચિબદ્ધ કરી છે, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટેની નોટિસ ગૃહમાં પેન્ડિંગ છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષને પડકાર ફેંક્યો કે, જો તેઓને લાગે કે લોકસભામાં તેમની પાસે સંખ્યા છે, તો તેઓ ગૃહમાં સરકારી બીલો અટકાવે.

કેન્દ્રીય મંત્રીએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેઓ અચાનક અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે. શું આનો અર્થ એ છે કે, કોઈ સરકારી કામકાજ ન હોવું જોઈએ? જો તેમની પાસે સંખ્યા હોય, તો તેમણે ગૃહના ફ્લોર પર બીલને નકારી દેવું જોઈએ.

છેલ્લા બે દિવસમાં હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેનારા નવા રચાયેલા વિપક્ષી જૂથ INDIA ના સભ્યો આજે ગૃહમાં મોદી સરકાર પર પ્રહાર કરવા વધુ પ્રેસર લાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X