Parliament Monsoon Session : આજે બપોરે 2 કલાકે થશે દિલ્હી સર્વિસ બીલ, જોવા મળી શકે છે હાઇવોલ્ટેજ ડ્રામા

Parliament Monsoon Session : NCT દિલ્હી સરકાર (સુધારા) બીલ 2023 પર આજે સંસદના બંને ગૃહોમાં ચર્ચા થઈ શકે છે. ગૃહમાં આ બીલ પર ચર્ચા બાદ તેને પસાર કરવા માટે વોટિંગ પણ થઈ શકે છે. અત્રે નોંધનીય બાબત છે કે, કેન્દ્ર સરકારના આ બીલનો આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ બીલ પસાર થતાં, દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર દિલ્હી સરકારને બદલે લેફ્ટનન્ટ ગવર્નરને મળી જશે. આજે બપોરે 2 કલાકે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હી સર્વિસ બીલ પર ચર્ચા થશે. આ અંગે બંને ગૃહોમાં હોબાળો થઈ શકે છે.

Parliament Monsoon Session

તમને જણાવી દઇએ કે, ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બીલ ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સામે સંયુક્ત વિપક્ષ માટે યુદ્ધનું મેદાન બની ગયું છે.

અત્રે નોંધનીય બાબત છે કે, દિલ્હી સરકારમાં વરિષ્ઠ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટી બનાવવા માટે વટહુકમને બદલવા માટે ડ્રાફ્ટ બીલ સાંસદોમાં ફરતું કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP), જે વિપક્ષી એલાયન્સ ઈન્ડિયાનો ભાગ છે, તેણે આ બીલ સામે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પણ આ બીલના વિરોધમાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X