For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીની હિંસામાં અત્યાર સુધી 5ના મોત, બ્રહ્મપુરી-મોજપુરમાં ફરીથી પત્થરમારો

દિલ્લીમાં નાગરિકતા સુધારા કાયદા માટે વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ચૂક્યુ છે. સોમવારે આ હિંસામાં દિલ્લી પોલિસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ સહિત 5 લોકોના મોત થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

દિલ્લીમાં નાગરિકતા સુધારા કાયદા માટે વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ચૂક્યુ છે. સોમવારે આ હિંસામાં દિલ્લી પોલિસના હેડ કોન્સ્ટેબલ રતનલાલ સહિત 5 લોકોના મોત થઈ ગયા. શાહદરાના ડીસીપી અમિત શર્મા આ હિંસક પ્રદર્શન દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમની હાલત હજુ પણ નાજુક છે. વળી, હિંસાના દોર મંગળવારે પણ ચાલુ છે. મંગળવારે સવારે મૌજપુર અને બ્રહ્મપુરી વિસ્તારમાં પત્થરમારો શરૂ થઈ ગયો છે.

raf

બ્રહ્મપુરીમાં બે જૂથ વચ્ચે પત્થરમારા બાદ આરએએફે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી છે. વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે. સોમવારે થયેલી આ હિંસામાં 105 લોકો ઘાયલ થયા છે જેમાંથી અમુકની હાલત ગંભીર છે. મૌજપુર, ચાંદ બાગ, જાફરાબાદ, બાબરપુર, મુસ્તફાબાદ વિસ્તારોમાં મોટાપાયે હિંસાની ઘટનાઓ બની છે.

આ હિંસા દરમિયાન જે રીતે એક વ્યક્તિએ 8 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ તેની ઓળખ કરી લેવામાં આવી છે. આ આરોપી યુવકનુ નામ શાહરુખ છે. આ મામલે પોલિસને મોટી સફળતા મળી છે. પોલિસે આરોપી શાહરુખને પકડી લીધો છે. હિંસાની ઘટનાઓને જોતા જાફરાબાદ,મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જૌહરી એન્ક્લેવ અને શિવ વિહાર મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલિસ બળ તૈનાત કરવામાં આવ્યુ છે. દિલ્લીમાં હિંસા પ્રભાવિત નૉર્થ-ઈસ્ટ જિલ્લામાં સ્કૂલોની ગૃહ પરીક્ષાઓ નહિ થાય અને બધી સરકારી તેમજ ખાનગી સ્કૂલો બંધ રહેશે.

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યુ કે બોર્ડ પરીક્ષાઓ અંગે તેમણે કેન્દ્રીય મંત્રી સાથે વાત કરી છે કે આ જિલ્લામાં મંગળવારની બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવે. દિલ્લીની હિંસાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતા શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને વહેલી તકે સ્થિતિ પર નિયંત્રણ મેળવવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ કસ્ટડીમાં- સૂત્રઆ પણ વાંચોઃ દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ કસ્ટડીમાં- સૂત્ર

English summary
Delhi: Stone pelting between two groups in Brahampuri area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X