બહારના લોકોને દિલ્લીમાં ઘૂસતા રોકવા બૉર્ડર સીલ કરવાની જરૂરઃ CM કેજરીવાલ
નાગરિકતા સુધારા કાયદા માટે જે રીતે દિલ્લીમાં હિંસા ભડકી તેમાં 7 લોકોમાં જીવ જઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલે દિલ્લીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને શાંતિની અપીલ કરી છે.
નાગરિકતા સુધારા કાયદા માટે જે રીતે દિલ્લીમાં હિંસા ભડકી તેમાં 7 લોકોમાં જીવ જઈ ચૂક્યા છે. ઘટના બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી. કેજરીવાલે બેઠકમાં તમામ ડીએમ અને એસડીએમને નિર્દેશ આપ્યા છે કે તે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ માર્ચ કાઢે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે દિલ્લીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને શાંતિની અપીલ કરી છે. કેજરીવાલે કહ્યુ કે હું દિલ્લીના અમુક ભાગોમાં વર્તમાન સ્થિતિ વિશે ઘણો ચિંતિત છુ. આપણે સૌએ સાથે મળીને શહેરમાં શાંતિ જાળવવાની કોશિશ કરવી જોઈએ. હું ફરીથી બધા લોકોને અપીલ કરુ છુ કે તે હિંસા છોડી દે. કેજરીવાલે હિંસા પ્રભાવિત વિસ્તારોના તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ સાથે બેઠક પણ કરી.

પોલિસ બળની ઉણપ અંગે વ્યક્ત કરી ચિંતા
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હિંસા પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યોએ મને એ અંગેની માહિતી આપી કે પોલિસ બળની આ વિસ્તારોમાં બહુ કમી છે. જ્યાં સુધી પોલિસને પરથી આદેશ ન મળે ત્યાં સુધી તે કાર્યવાહી ન કરી શકે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હું દિલ્લીવાસીઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરુ છુ. આપણે સૌ પૂર્વોત્તર દિલ્લીની હિંસા વિશે ચિંતિત છે. ઘણા પોલિસકર્મી અને સામાન્ય લોકો આ હિંસામાં ઘાયલ થઈ ગયા છે અને ઘણા લોકોના જીવ જતા રહ્યા છે. ઘણા ઘરોને આગના હવાલે કરી દેવામાં આવ્યા અને દુકાનોને નુકશાન પહોંચાડવામાં આવ્યુ, આ ઘણી દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

હોસ્પિટલોને આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રીએ કહ્યુ કે તમામ હોસ્પિટલ પ્રશાસનને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે સ્થિતિને નિપટવા માટે તૈયાર રહે, ઘાયલોને સારો ઈલાજ પૂરો પાડવામાં આવે. સાથે ફાયર વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે દિલ્લી પોલિસ સાથે મળીને કામ કરે અને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સમયસર પહોંચે. આ ઉપરાંત કેજરીવાલે કહ્યુ કે મને ધારાસભ્યોએ જણાવ્યુ કે હિંસા ભડકાવનાર લોકો બહારથી આવી રહ્યા છે, માટે બૉર્ડર સીલ કરવાની જરૂર છે અને નિરોધક ધરપકડ થવી જોઈએ.

અમિત શાહ સાથે મહત્વની બેઠક
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્લીની સ્થિતિને જોતા બેઠક કરી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તામ રાજકીય દળના નેતા, વરિષ્ઠ અધિકારીઓ, પોલિસ કમિશ્નર અમૂલ્ય પટનાયક હાજર છે. તમને જણાવી દઈએ કે ઘણી જગ્યાઓએ મેટ્રો ટ્રેનના પ્રવેશ અને નિકાસ દ્વારને બંધ કરી દેવામાં આવ્યા છે. હિંસાના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે. જે મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે તેમાં જાફરાબાદ, મૌજપુર-બાબરપુર, ગોકુલપુરી, જૌહરી ઈન્ક્લેવ અને શિવ વિહાર શામેલ છે. આ ઉપરાંત વેલકમ મેટ્રો સ્ટેશન પર ટ્રેનનુ સંચાલન બંધ કરી દેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
