દિલ્હી વાળા દિલ્હી ચલાવશે, પેરાશૂટથી ઉતારેલા LG નહીં-રાઘવ ચઢ્ઢા

લાંબા સમયથી દિલ્હીમાં ચાલી રહેલી ઉપ રાજ્યપાલ અને કેજરીવાલ સરકારની લડાઈમાં સુપ્રીમ કોર્ટે ઉપ રાજ્યપાલને મોટો ઝટકો આપ્યો છે. પાવરની લડાઈમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા એલજીને સરકારે કામ કરવા દેવા કહ્યું છે.

સુપ્રીમ કોર્ટે કંટ્રોલ ઑફ સર્વિસને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે નોકરશાહી પર અંકુશ રાખવા મુદ્દે દિલ્હી સરકારની તરફેણમાં મહત્વપૂર્ણ આદેશ આપ્યો. હવે આ આદેશ પર આપ નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાની પ્રતિક્રિયા સામે આવી છે.

Raghav Chadha

રાઘવ ચઢ્ઢાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધતા ટ્વીટ કરીને કોર્ટના આદેશનું સ્વાગત કર્યું. ચઢ્ઢાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, સત્યમેવ જયતે, માનનીય સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયનું સ્વાગત છે. આ નિર્ણય લોકશાહીની જીત છે, દરેક દિલ્હીવાસીઓની જીત છે. કેજરીવાલજી અને દિલ્હીની જનતાના સંઘર્ષનું વળતર મળ્યું છે દિલ્હીને દિલ્હીવાસીઓ ચલાવશે, પૈરાશૂટથી ઉતારેલા એલજી જેવા લોકો નહીં.

અન્ય એક ટ્વીટમાં રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે,સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો એક મજબૂત સંદેશ છે કે દિલ્હી સરકાર સાથે કામ કરતા અધિકારીઓ એક ચૂંટાયેલી સરકાર દ્વારા દિલ્હીના લોકોની સેવા કરવા માટે છે અને કેન્દ્ર દ્વારા શાસન કરવા માટે નથી.

આ અગાઉ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદનમાં કહ્યું કે, તે દિલ્હીના લોકો સાથે ન્યાય કરવા માનનીય સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર માને છે. આ નિર્ણયથી દિલ્હીના વિકાસની ગતિ અનેક ગણી વધી જશે. લોકશાહીની જીત થઈ.

આ સિવાય AAP નેતા અને સાંસદ સંજય સિંહે પણ ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લાંબા સંઘર્ષ પછીની જીત ગણાવી. અહીં તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે દિલ્હી પર ચૂંટાયેલી સરકારનો અધિકાર છે અને વિધાનસભાને કાયદો બનાવવાની સત્તા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X