કોરોનાની ત્રીજી લહેરમાં મહારાષ્ટ્રમાં આવી શકે છે 60 લાખ કેસ, મુંબઈ-પૂણેને સૌથી વધુ જોખમ
નવી દિલ્લીઃ દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં સંક્રમણના કેસ સામે આવ્યા હતા ત્યારબાદ સ્થિતિ કંઈક સારી જરૂર થઈ છે પરંતુ મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસોનુ જોખમ હજુ પણ યથાવત છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના ડેલ્ટા વેરિઅંટના 103 કેસ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં ડેલ્ટા વેરિઅંટના 27 નવા કેસ અત્યારે સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોનાના કુલ 4355 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 119 લોકોના કોરોનાથી મોત થઈ ગયા.
આરોગ્ય વિભાગે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે ત્રીજી લહેર દરમિયાન રાજ્યમાં 60 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે જેમાં મોટાભાગના કેસ મુંબઈ અને પૂણેના હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં કોરોનાની બીજી લહેરના ચરમ દરમિયાન 91100 કેસ સામે આવ્યા હતા. પૂણેમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 19 માર્ચે 1.25 લાખ કોરોના કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે ત્રીજી લહેરના ચરમ દરમિયાન અહીં 1.87 લાખ કેસ સામે આવી શકે છે.
એક મોટા અધિકારીએ જણાવ્યુ કે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન મોટાભાગના કેસ મુંબઈ અને પૂણેથી સામે આવી શકે છે માટે આરોગ્ય વિભાગે આ હિસાબે પોતાની યોજના તૈયાર કરવી જોઈએ. થાણે જિલ્લામાં કોરોનાની બીજી લહેરની પીક દરમિયાન 86732 નવા કેસ સામે આવ્યા હતા. અહીં ત્રીજી લહેર દરમિયાન 1.3 કેસ સામે આવવાની સંભાવના છે માટે અહીં પણ મોટી સંખ્યામાં આઈસીયુ બેડ અને વેટિંલેટરની જરૂર હશે. નાગપુરમાં ત્રીજી લહેર દરમિયાન 1.21 લાખ કેસ આવી શકે છે જ્યાં 850 આઈસીયુ બેડ અને વેંટિલેટરની જરૂર પડી શકે છે.