તમારી પાસે જૂની 500ની નોટ છે? તો જરૂર વાંચો આ ખબર

નોટબંધી બાદ 500 રૂપિયાની જૂની નોટને લઇને મોટી જાહેરાત વિષે જાણો અહીં.

નોટબંધીના નિર્ણયના કુલ 21 દિવસ પછી આવશ્યક સેવાઓ માટે જે જૂની 500ની નોટો સરકાર દ્વારા ચાલુ રાખવામાં આવી છે. તે અંગે સરકારે તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંગે તમારે જાણવું જરૂરી છે. કેન્દ્ર સરકારે 500 રૂપિયાની જૂની નોટને લઇને કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે.

notes

પીટીઆઇના દ્વારા જે ખબર જાણવા મળી છે તે મુજબ 500 રૂપિયાની જૂની નોટો પેટ્રોલ પંપ પર ખાલી 2 ડિસેમ્બર સુધી જ ચાલી શકશે. નોંધનીય છે કે પહેલા આ તારીખ 15 ડિસેમ્બર સુધી હતી. સરકાર તેની જલ્દી જ ધોષણા કરી શકે છે.સરકારનું કહેવું છે કે કેટલાક લોકો જૂની 500ની નોટને લઇને જે છૂટ આપવામાં આવી છે તેનો ઉપયોગ કરીને પોતાના કાળા નાણાંને સફેદ કરી રહ્યા છે. આ મામલામાં સૌથી વધુ ફરિયાદો પેટ્રોલ પંપથી આવી રહી છે. જેના કારણે આ નિર્ણય લેવાયો હોય તેમ મનાઇ રહ્યું છે.

નોંધનીય છે કે સરકાર દ્વારા પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે 15 ડિસેમ્બર સુધી પેટ્રોલ પંપ, દવાની દુકાન, ટોલ નાકા, પાણી-વિજયની બિલ સહિત ટોટલ 21 જગ્યાઓ પર જૂની નોટો ચાલી શકશે.વળી બુધવારે સરકારે જાહેરાત કરી હતી કે 500 અને 1000 રૂપિયાની નોટો જમા કરાવવાનો છેલ્લો દિવસ 30 ડિસેમ્બર સુધી જ રહેશે અને તેને વધારવામાં નહીં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X