નોટબંધી નાના વેપારીઓ અને ખેડૂતો પર આક્રમણ હતું - રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આ દિવસોમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વિવિધ વર્ગના લોકો સામે મુલાકાત કરી રહ્યા છે અને મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.
નવી દિલ્હી : રાહુલ ગાંધી આ દિવસોમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વિવિધ વર્ગના લોકો સામે મુલાકાત કરી રહ્યા છે અને મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નોટબંધીને લઈને પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા હાલ મહારાષ્ટ્રમાં પ્રવેશી છે. આજે રાહુલ ગાંધી ગુરૂ નાનક જયંતિ નિમિત્તે નાંદેડમાં સાહિબજાદે બાબા જોરાવરસિંહજી ફતેહસિંહજી ગુરુદ્વારા પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધી શીખ પાઘડીમાં જોવા મળ્યા હતા. અહીં તેમણે સભાને સંબોધિત કરતા મોદી સરકારને આડેહાથ લીધી હતી.
નાંદેડમાં પીએમ મોદી પર પ્રહારો કરતા રાહુલ ગાધીએ કહ્યું કે, સત્ય એ છે કે નોટબંધી કાળા નાણાને નાબૂદ કરવા નહીં પરંતુ નાના વેપારીઓ અને ખેડૂતો પર હુમલો હતો. તેનું પરિણામ આજ સુધી દેશના દરેક ગરીબને દેખાઈ રહ્યું છે. નોટબંધી પછી ખોટી જીએસટી લાગુ કરવામાં આપી, જેના પછી આ દેશની કરોડરજ્જુ તુટી ગઈ છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ કેવા દેશભક્ત છે જે દેશમાં નફરત ફેલાવી રહ્યા છે. એક ભાઈ બીજા ભાઈ સાથે લડી રહ્યો છે, એક ભાષા બીજી ભાષા સાથે લડી રહી છે, એક જાતી બીજી જાતી સાથે લડી રહી છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડી રહ્યો છે અને પછી કહે કે દેશ ભક્ત છે. તમે કયા દેશના ભક્ત છો?
અહીં તમને જણાવી દઈએ કે, 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા 7 નવેમ્બરે તેલંગાણાથી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રવેશી છે. મહારાષ્ટ્રમાં આ યાત્રા 14 દિવસના સમયગાળામાં 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારોમાંથી પસાર થશે.












Click it and Unblock the Notifications
