ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને મળ્યા 30 દિવસના શરતી જામીન, હરીયાણા સરકારે આપી મંજુરી
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને આજે એટલે કે 20મી જુલાઈએ ફરી એકવાર પેરોલ મળી છે. હરિયાણા સરકારે ફરી એકવાર બળાત્કારના દોષિત રામ રહીમની પેરોલને મંજૂરી આપી દીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરમીત રામ રહીમ સિંહને 30 દિવસની પેરોલ મળી છે. અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં પેરોલ મંજૂર કરવામાં આવી હતી. બળાત્કાર અને હત્યાના દોષિત રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે. અગાઉ રામ રહીમ ઓક્ટોબર 2022માં 40 દિવસ માટે પેરોલ પર બહાર આવ્યો હતો.












Click it and Unblock the Notifications
