ગુજરાતનો વિકાસ કેન્દ્રના નાણાંથી થયો છે : કપિલ સિબલ

આજે ટેલિકોમ પ્રધાન કપિલ સિબલે એક પણ વાર નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના જણાવ્યું કે એક વ્યક્તિ તેના રાજ્યમાં ત્રણ વાર ચૂંટણી જીતી ગઇ છે અને હવે તે પોતાને વડાપ્રધાન પદ માટેની દાવેદાર માની રહી છે. પોતાને વડાપ્રધાન પદની દાવેદાર માનનારી વ્યક્તિએ ત્યાં કશું જ મહત્વનું કાર્ય કર્યું નથી. જે કાર્ય થયું છે એ કેન્દ્ર સરકારે આપેલા ભંડોળમાંથી થયું છે.
બલ્લિમારન વિધાનસભા મતવિસ્તારમાં એક રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા સમયે સિબલ આમ જણાવી રહ્યા હતા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તુલના દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત સાથે કરીને જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી સતત ચાર વાર મુખ્યમંત્રી બન્યા છે. આ બધું લોકો સાથે તેમના સંબંધને કારણે છે.
આ પ્રસંગે હાજર શીલા દીક્ષિતે પણ જણાવ્યું કે અહીંની સરકાર ત્રણ વાર જીતી છે કારણ કે તેણે લોકોને આપેલા વચનો પૂરા કર્યાં છે. અહીં તમે વિશ્વનું બીજા નંબરનું મોટું એરપોર્ટ જોઇ શકો છો. અહીં મેટ્રો પણ કાર્યાન્વિત થઇ ગઇ છે. તેને જોવા વિદેશીઓ પણ આવે છે કે રોજ આ મેટ્રો 20થી 22 લાખ મુસાફરોને લઇને કેવી રીતે કામ કરે છે. અમે દિલ્હીમાં 8થી 9 કલાકને બદલે 24 કલાક વીજળી આપી છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
