For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ શિવસેના સાથે ખેંચતાણની વચ્ચે ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ફડણવીસની પસંદગી

મહારાષ્ટ્રઃ શિવસેના સાથે ખેંચતાણની વચ્ચે ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ફડણવીસની પસંદગી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈ સહયોગી દળ શિવસેના સાથે ચાલી રહેલ ખેંચતાણની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી હતી, જ્યાં દેવેન્દ્ર ફડણવીસને નેતા ચૂંટવામાં આવ્યા છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને સુધીર મુનગંટીવાર પણ હાજર રહ્યા. દેવેન્દ્ર ફડણવીસનું ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવાવું પહેલેથી જ નક્કી માનવામાં આવી રહ્યું હતું, બુધવારે બેઠકમાં આ મામલે ઔપચારિક મોહર લાગી ગઈ.

devendra fadanvis

ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા ચૂંટાયા બાદ ફડણવીસે કહ્યું કે તેમના જેવા નાના કાર્યકર્તાઓને પાર્ટીએ બીજીવાર મોકો આપ્યો તેમણે આ માટે પીએમ મોદી સહિત અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિધાનસબા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સીએમ બદને લઈ ખેંચતાણ ચાલુ છે.

અગાઉ શિવસેનાના દાવા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેનાની સાથે 50-50 ફોર્મ્ય્યુલામાં સીએમ પદને લઈ કોઈ વાત નથી થઈ. તેમણે કહ્યું કે તેઓ કોઈપણ બી કે સી પ્લાન પર વિચાર નથી કરી રહ્યા, તેઓ જ રાજ્યના સીએમ રહેશે તે નક્કી છે. તેમણે કહ્યું કે શિવસેનાની માંગ પર અમે વિચાર કરી રહ્યા છીએ અને મેરિટના આધારે આગળની યોજના બનાવશું. જ્યારે દેવેન્દ્ર ફડણવીસના નિવેદનના તરત બાદ શિવસેના નેતા સંજય રાઉતે પલટવાર કર્યો.

પાંચ વર્ષ બાદ કશિશની વાપસી, ઘરચોળા માટે એક લાખ ખર્ચશે?પાંચ વર્ષ બાદ કશિશની વાપસી, ઘરચોળા માટે એક લાખ ખર્ચશે?

રાઉતે ત્યાં સુધી કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જૂઠું બોલી રહ્યા છે. તેમનું કહેવું હતું કે શિવસેના માત્ર પોતાનો હક માંગી રહી છે. જણાવી દઈએ કે સીએમ પદ અને સરકારમાં બરાબરની ભાગીદારીને લઈ શિવસેના સતત ભાજપ પર દબાણ બનાવી રહી છે. શિવસેના તરફફથી ચાલુ નિવેદનબાજીની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના જવાબથી ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 સીટ પર જીત મળી હતી જ્યારે શિવસેનાના ખાતામાં 56 સીટ આવી છે. બંને દળોએ સાથે મળી ચૂંટણી લડી હતી.

English summary
devendra fadanvis elected as a leader of maharashtra bjp legislative party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X