For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહન ભાગવત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મોડી રાતે એક કલાક ચાલી બેઠક

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આરએસએસ ચીફ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ખેંચતાણ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે આરએસએસ ચીફ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. બંને વચ્ચે મોડી રાતે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કારણકે મહારાષ્ટ્ર સરકારનો કાર્યકાળ 8 નવેમ્બરે ખતમ થઈ રહ્યો છે એવામાં નવી સરકારની રચના વર્તમાન સરકારનો કાર્યકાળ ખતમ થતા પહેલા જરૂરી છે. માનવામાં આવી રહ્યુ છે કે શિવસેના અને ભાજપ વચ્ચે સરકાર બનાવવા માટે ચાલી રહેલ ગતિરોધને ખતમ કરવા માટે આ બેઠક કરવામાં આવી છે.

સીએમ પદ માટે ચાલી રહ્યો છે વિવાદ

સીએમ પદ માટે ચાલી રહ્યો છે વિવાદ

છેલ્લા ઘણા દિવસોથી ભાજપ અને શિવસેના વચ્ચે સતત ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બંને મુખ્યમંત્રીની ખુરશી માટે સમજૂતી કરવા નથી ઈચ્છતા. એક તરફ જ્યાં શિવસેના એ વાત પર અડી છે કે તે મુખ્યમંત્રીની ખુરશીને કોઈ પણ ભોગે નહિ છોડે તો ભાજપે પણ સ્પષ્ટ કરી દીધુ છે તે મુખ્યમંત્રી પદ શિવસેનાને નહિ આપે. શિવસેનાની માંગ છે કે રાજ્યમાં બંને પક્ષના સીએમ 2.5 વર્ષ માટે હોય, જેને ભાજપે ફગાવી દીધી છે.

શિવસેનાની જીદ

શિવસેનાની જીદ

શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે અમે સરકાર બનાવવા માટે એનસીપી સાથે સંપર્કમાં છીએ પરંતુ મહારાષ્ટ્રના આગામી સીએમ શરદ પવાર નહિ હોય પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શિવસેનાના હશે. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રની રાજનીતિ બદલાઈ રહી છે અને મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી શિવસેનાના જ હશે. ન્યાયની અમારી લડાઈમાં અમે જીતીશુ.

આ પણ વાંચોઃ વકીલ-પોલિસ વિવાદઃ પોલિસની બધી માંગો સ્વીકારી, 10 કલાક બાદ ધરણા ખતમઆ પણ વાંચોઃ વકીલ-પોલિસ વિવાદઃ પોલિસની બધી માંગો સ્વીકારી, 10 કલાક બાદ ધરણા ખતમ

મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્રમાં થશે

મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્રમાં થશે

સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીનો નિર્ણય મહારાષ્ટ્રમાં જ લેવામાં આવશે. સાથે જ તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી છે કે શરદ પવાર રાજ્યના મુખ્યમંત્રી નહિ હોય. મે શરદ પવાર સાથે વાત કરી છે. હું ખોટુ નહિ બોલુ, આ કોઈ ગુનો નથી. ઘણી અન્ય રાજકીય પક્ષો પણ છે જે શરદ પવારના સંપર્કમાં છે. રાઉતે કહ્યુ કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં એક સ્થિર સરકાર ઈચ્છે છે એટલા માટે અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને તેમણે એ વાતની જાણકારી આપી કે રાજ્યમાં શું થઈ રહ્યુ છે.

English summary
Devendra Fadnvis meet RSS Chief Mohan Bhagwat amidst row of Maharashtra Government formation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X