For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગા દશેરા પર હરિદ્વારમાં નહી કરી શકો ગંગા સ્નાન, બોર્ડર સીલ થઈ

ગંગા દશેરા પર હરિદ્વારમાં નહી કરી શકો ગંગા સ્નાન, બોર્ડર સીલ થઈ

|
Google Oneindia Gujarati News

કોવિડ સંક્રમણને જોતાં હરિદ્વાર જિલ્લા પ્રશાસને ગંગા દશેરા અને નિર્જલા અગિયારશ પર યોજાતો સ્નાન પર્વ રદ્દ કરી દીધો છે. એટલે કે હવે શ્રદ્ધાળુ ગંગા દશેરા અને નિર્જલા અગિયારશના પર્વ પર હરિદ્વાર ગંગામાં ડુબકી નહી લગાવી શકે. એટલું જ નહી, જિલ્લા પ્રશાસન સતર્કતા વરતતાં આજે 19 જૂનથી જ હરિદ્વાર આવતા યાત્રીઓ માટે બોર્ડર સીલ કરી દીધી છે. અહીં 21 જૂન સુધી પ્રવેશ નહી મળે.

ગંગા સ્નાન પર પ્રતિબંધ

ગંગા સ્નાન પર પ્રતિબંધ

જો કે ઉત્તરાખંડના દેહરાદૂન અને પહાડી જિલ્લામાં જનારાઓએ 72 કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. જે બાદ જ લોકોને હરિદ્વારથી ઉત્તરાખંડની સીમામાં પ્રવેશ અપાશે. જણાવી દઈએ કે ગંગા સ્નાન પર્વ પર ભીડ વધવાની સંભાવનાને જોતાં હરિદ્વાર જિલ્લા પ્રશાસને ગંગા દશેરા અને નિર્જલા અગિયારસનું સ્નાન રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહી, હરિદ્વાર પોલીસે શ્રદ્ધાળુઓને ત્રણ દિવસ સુધી હરિદ્વાર ન આવવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે પ્રતિવર્ષ દશેરાના સ્નાન પર્વ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચે છે.

પ્રશાસને લીધો આ નિર્ણય

પ્રશાસને લીધો આ નિર્ણય

આ વખતે કોવિડને જોતાં હરિદ્વાર પ્રશાસને 20 જૂને થનાર ગંગા દશેરા અને 21 જૂને થનાર નિર્જલા અગિયારસ સ્નાન પર્વને સાંકેતિક કરવાનો નિર્ણય લીધો છે. જે કારણે હરિદ્વાર પોલીસે યાત્રીઓને 20 અને 21 જૂને હરિદ્વાર ન આવવાની અપીલ કરી છે. યાત્રી હરિદ્વાર ન આવી શકે તે માટે શનિવારથી જ જિલ્લાઓની સરહદ સીલ કરી દેવાશે. કોઈપણ યાત્રીને હરિદ્વાર ગંગા સ્નાન માટે જવા દેવામાં નહી આવે.

કોરોના નેગેટિવ આરટીપીસીઆર લાવવો પડશે

કોરોના નેગેટિવ આરટીપીસીઆર લાવવો પડશે

એસએસપી સેંથિલ અવૂદઈ કૃષ્ણરાજ એસે વધારાની ફોર્સ તહેનાત કરી દીધી છે. સીમા પર તહેનાત પોલીસકર્મી ઉત્તરાખંડની સીમાથી એન્ટ્રી કરતા લોકો પાસેથી જાણકારી લીધા બાદ જ હરિદ્વારમાં પ્રવેશ કરવા દેશે. પહાડી રાજ્યોમાં જતા લોકોએ 72 કલાક સુધીનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજીયાત છે. આ મામલે મોડી રાતે પોલીસ તરફથી એસપી સિટી કમલેશ ઉપાધ્યાય અને પ્રશાસન તરફથી એસડીએમ ગોપાલ સિંહ ચૌહાણે શ્રીગંગા સભાના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરી. જો કે તીર્થ પૂરોહિતોને પૂજા અર્ચનાની છૂટ આપવામાં આવશે અને અસ્થિ વિસર્જન માટે જતા યાત્રીઓને કોઈ રોકટોક નહી હોય.

English summary
devotees will not be permitted to snan in haridwar during ganga dussera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X