Go First ને DGCA ની નોટીસ, 24 કલાકમાં માગ્યો જવાબ
જેવી રીતે ગો ફર્સ્ટ એરલાઇન્સે પોતાની ઉડાનને અચાનક રદ્દ કરી દિધી તેને લઇને ડીજીસીએને ગો ફર્સ્ટ એરવેજને નોટિસ મોકલવામાં આવી છે. જણાવી દઇએ કે, ગો ફર્સ્ટે 3 અને 4 મે ની પોતાની ઉડાન રદ્દ કરી દિધી છે. ત્યાર બાદ આ નોટીસ બહાર પાડવામાં આવી છે.

ડીજીસીએએ કહ્યુ કે, અમને કોઇ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગો ફર્સ્ટ પોતાના શેડ્યુઅલ ફોલોનથી કરી શક્યુ. જેના લીધે યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ શેડ્યુલનું પાલન વિરુદ્ધ છે.
ડીજીસીએ જે કારણ દર્શક નોટીસ બહાર પાડી છે તેમા પુછવામાં આવ્યુ છે કે, આખરે કેમ વિરુદ્ધ અવમાનના અંતર્ગત કાર્યવાહી ના કરવામાં આવે. ડીજીસીએએ 24 કલાકમાં અંદર જવાબ માગ્યો છે. સાથે જ ગો ફર્સ્ટ પાસે 5 મે અંગે પણ જાણકારી માંગવામાં આવી છે.
જેવી રીતે 3-4 મે ની ફ્લાઇટને ગો ફર્સ્ટ અચાનકથી રદ્દ કરવામાં આવી તેના પર યાત્રીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે, અમારે કનેક્ટિગ ફ્લાઇટ પકડવાની હતી. અને ત્યાર બાદ ટ્રેન પણ પકડવાની હતી. પરંતુ ફ્લાઇટ રદ્દ થયા બાદ ભારે નુક્શાન થયુ છે. હવે શુ કરુ, શુ મને મારુ રિફંડ મળશે.
સોશિયલ મીડિયા પર લોકો પોતાની મુશ્કેલીઓને શેયર કરીને એરલાઇન્સ કંપની પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેના પર એરલાઇન્સે ટ્વીટ કરીને લોકોને માફી માગી છે. ગો ફર્સ્ટની તરફથી કહેવામાં આવ્યુ છે કે, તમને થયેલી મુશ્કેલી માટે અમે માણી માગીએ છીએ.
કંપની તરફથી કહેવામાં આ્વ્યુ છે કે, વિમાનમાં ટેક્નીકલ ખામીના લીધે ઉડાન રદ્દ કરવામાં આવી છે. જે અણારા નિયંત્રમાં નહોતુ. જણાવી દઇએ કે, વાડિયા ગૃપની એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટે પોતાને નાદાર જાહેર કરી દિધી છે.












Click it and Unblock the Notifications
