Jharkhand: ધનબાદની હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા ડૉક્ટર સહિત 5 લોકોના મોત, જુઓ Video
ઝારખંડથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ધનબાદની એક હૉસ્પિટલમાં ડૉક્ટર સહિત પાંચ લોકોના મોત થઈ ગયા છે.
Dhanbad Hospital Fire: ઝારખંડના ધનબાદથી કાળજુ કંપાવી દે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની એક હૉસ્પિટલમાં રેસિડેન્સીયલ પરિસરમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થઈ ગયા છે. ધનબાદના ડીએસપી અરવિંદ કુમાર બિન્હાએ આ બાબતે માહિતી આપીને કહ્યુ કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યુ છે કે મૃતક પાંચ લોકોમાં ડૉક્ટર, તેમના પત્ની, તેમનો ભત્રીજો, એક અન્ય સંબંધી અને તેમનો નોકર સામેલ છે. હાલમાં આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાંચીથી લગભગ 170 કિલોમીટર દૂર ધનબાદના બેંક મોડ વિસ્તારમાં એક નર્સિંગ હોમના સ્ટોર રૂમમાં સવારે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. મૃતકોમાં નર્સિંગ હોમના માલિક ડૉ. વિકાસ હઝરા, તેમની પત્ની ડૉ. પ્રેમા હાઝરા, તેમના ભત્રીજા સોહન ખમારી અને ઘરકામ કરનાર તારા દેવી અને અન્ય સંબંધીનો સમાવેશ થાય છે. ડૉ. વિકાસ હાઝરાનો પરિવાર નર્સિંગ હોમમાં જ બનાવેલા પોતાના ઘરમાં રહેતો હતો.
ધનબાદના એસડીએમ પ્રેમ કુમાર તિવારીએ જણાવ્યુ કે સ્ટોર રૂમમાં આગ લાગવાથી આ પાંચ લોકોના મોત શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ છે. આગનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
#WATCH | Jharkhand: Five people, including a doctor and his wife, died in a fire in the residential complex of a hospital in Dhanbad. pic.twitter.com/pVEmV7Z5MW
— ANI (@ANI) January 28, 2023












Click it and Unblock the Notifications
