For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ જન્મભૂમિ પર એક ઇંચની પણ વહેંચણી મંજુર નથી: વીએચપી

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા આયોજિત ધર્મસભામાં મંદિર નિર્માણ અંગે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દૂ પરિષદ ઘ્વારા આયોજિત ધર્મસભામાં મંદિર નિર્માણ અંગે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. રામનગરી અયોધ્યામાં આયોજિત ધર્મસભા માટે મોટી સંખ્યામાં રામભક્તોનો જમાવડો લાગ્યો હતો. ધર્મસભાને સંબોધિત કરતા વિશ્વ હિન્દૂ પરિષદના આંતર રાષ્ટ્રીય ઉપાધ્ય્ક્ષ ચંપત રાય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર માટે તેઓ જમીનની વહેંચણી બિલકુલ પણ નહીં કરે. હવે મંદિર મુદ્દે કોઈ પણ સભા નહીં થાય, સીધું તેનું નિર્માણ શરુ થશે.

આ પણ વાંચો: અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ બનશે, યોગી સરકારે મંજૂરી આપી

રામ મંદિર અંગે વિહિપે ચેતવણી આપી

રામ મંદિર અંગે વિહિપે ચેતવણી આપી

વિહિપ ઉપાધ્યક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હવે રામ મંદિર મુદ્દે કોઈ પણ સભા નહીં કરે. હવે તેનું સીધું નિર્માણ કામ શરુ થશે. વિહિપ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયે સરકારને રામ મંદિરનું વચન યાદ અપાવ્યું. તેમને કહ્યું કે ઇસ્લામમાં સાફ લખ્યું છે કે બીજાની કબ્જે કરેલી જમીન પર નમાજ કબૂલ નથી થતી. મંદિરની જમીન પર કબ્જો કરીને વર્ષો સુધી કરેલી નમાજ પણ કબૂલ નથી થઇ.

કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આશા

કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આશા

રામ જન્મભૂમિ ન્યાસ અધ્યક્ષ, નૃત્યગોપાલ દાસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે આશા છે. લોકોની ભાવનાઓનું સમ્માન કરવું જોઈએ અને સરકારે મંદિર નિર્માણની દિશામાં આવતી બધી જ વિપત્તિઓને દૂર કરવી જોઈએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે એક સંત છે અને તેમને આ આંદોલનમાં યોગદાન આપવું જોઈએ.

ધર્મસભાને ધ્યાનમાં રાખતા પ્રશાશને સુરક્ષાની પુરી વ્યવસ્થા કરી હતી

ધર્મસભાને ધ્યાનમાં રાખતા પ્રશાશને સુરક્ષાની પુરી વ્યવસ્થા કરી હતી

રામભદ્રાચાર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ મંદિર અંગે સરકાર 11 ડિસેમ્બર પછી એલાન કરશે. વિહિપ ઘ્વારા આયોજિત ધર્મસભાને ધ્યાનમાં રાખતા પ્રશાશને સુરક્ષાની પુરી વ્યવસ્થા કરી હતી. આખા અયોધ્યામાં રામ ભક્તોની ભીડ ઉમટી પડી અને અયોધ્યા જય શ્રીરામ નારાથી ગુંજી ઉઠ્યું.

English summary
dharma sabha in ayodhya: vhp will not cede an inch of land for anything
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X