અયોધ્યામાં ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ બનશે, યોગી સરકારે મંજૂરી આપી

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણ અંગે વિશ્વ હિન્દૂ પરિષદ આજે ધર્મસભાનું આયોજન કરી રહી છે.

ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણ અંગે વિશ્વ હિન્દૂ પરિષદ આજે ધર્મસભાનું આયોજન કરી રહી છે. ત્યાં જ બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય મૂર્તિ બનાવવાનું મંથન શરુ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ અંગે મુખ્યમંત્રી સામે એક પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન રામની મૂર્તિનું મોડલ રજુ કરવામાં આવ્યું છે. ત્યારપછી નક્કી કરવામાં આવ્યું છે કે ભગવાન રામની 221 મીટર ઉંચી મૂર્તિ બનાવવામાં આવશે, જેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો: રામ મંદિર ન બન્યું તો સાંપ્રદાયિક માહોલ ખરાબ થઈ શકેઃ રામદેવ બાબા

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ

મધ્યપ્રદેશની બધી જ રેલીઓને સંબોધિત કર્યા પછી શનિવારે જયારે મુખ્યમંત્રી લખનવ પહોંચ્યા ત્યારે તેમની સામે ભગવાન રામની મૂર્તિનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું. તેમાં કુલ પાંચ આર્કિટેક્ચર ફાર્મ ઘ્વારા પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યા અને તેની સાથે સાથે ભગવાન રામની મૂર્તિનું મોડલ પણ રજુ કરવામાં આવ્યું. ભગવાન રામની પ્રાસ્તાવિક મૂર્તિની ઉંચાઈ 151 મીટર હતી પરંતુ તેમાં પેડેસ્ટલ ઉંચાઈ 50 મીટર છે, જયારે ભગવાન રામના છત્રની ઉંચાઈ 20 મીટર છે.

ભગવાન વિષ્ણુના 10માં અવતાર

ભગવાન વિષ્ણુના 10માં અવતાર

જયારે ભગવાન રામની મૂર્તિનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું ત્યારે સરદાર પટેલની દુનિયાની સુધી ઉંચી મૂર્તિ બનાવનાર રામ સુતાર પણ હાજર હતા. ભગવાન રામની આ મૂર્તિ જે પેડેસ્ટલ પર રાખવામાં આવશે, જેનો ઉપયોગ જનસુવિધાની અગત્યની વસ્તુઓ પર કરવામાં આવશે. અહીં એક મ્યુઝિયમ પણ હશે જેમાં પુરી જાણકારી આપવામાં આવશે.

સરયૂ તટ પર લાગશે આ મૂર્તિ

સરયૂ તટ પર લાગશે આ મૂર્તિ

આ ભવ્ય મૂર્તિ સાથે અહીં રેસ્ટ રૂમ, ટિકિટ કાઉન્ટર સહીત બીજી વસ્તુઓને પણ વિકસિત કરવામાં આવશે. આ પ્રતિમા સરયૂ તટ પર લગાવવામાં આવશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આજે અયોધ્યામાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બજરંગદળના કાર્યકર્તાઓ ભેગા થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X