નવો વિવાદ : ધોનીના વિષ્ણુ અવતારે હિન્દુઓની લાગણી દુભાવી

તરણ તારણ, 22 એપ્રિલ : એક અંગ્રેજી બિઝનેસ મેગેઝિનના કવર પેજ ઉપર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોનીને ભગવાન વિષ્‍ણુના સ્‍વરૂપમાં રજૂ કરવામાં આવ્‍યા છે જેના કારણે હિન્દુઓની લાગણી દુભાઇ છે અને મોટો વિવાદ ઉભો થયો છે. આ તસવીરમાં વાંધાજનક બાબત એ છે કે કેપ્ટન ધોનીને 'ગોડ ઓફ બિગ ડિલ્‍સ'નું બિરૂદ આપીને હાથમાં જુતાં પકડાવવામાં આવ્‍યા છે. જેની સામે હિન્‍દુ સંગઠનોએ નારાજગી વ્‍યકત કરી છે.

dhoni-vishnu-avatar

આ બાબતના વિરોધમાં તરન તારન ખાતે વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કરી ટ્રાફિક જામ કરી દીધો હતો. આજે દેખાવકારોએ સરકાર પાસે માંગણી કરી હતી કે, મેગેઝિન અને ધોની વિરોધ એફઆઇઆર નોંધવામાં આવે. આ મેગેઝીનના કવર પેજ ઉપર ધોનીને ભગવાન વિષ્‍ણુના રૂપમાં રજૂ કરવામાં આવ્‍યો છે.

આ વિવાદાસ્પદ તસવીરમાં ધોનીના માથા ઉપર મુગટ અને આઠ હાથોમાં મોબાઇલ, કોલ્‍ડડ્રિંક, લેઇઝ, ડાબર ચ્‍યવનપ્રાશ, કોટ, ઓઇલ ઉપરાંત એક હાથમાં બ્રાન્‍ડેડ જુતાં બતાડવામાં આવ્યાં છે. જેનાથી હિન્‍દુ સંગઠનો નારાજ થયા છે. પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે લોકોએ ધોનીના પોસ્‍ટર ફુંકયા હતા. આનાથી હિન્‍દુ સમુદાયની લાગણીને ઠેસ પહોંચી છે અને તેથી મેગેઝિન અને ધોની બંનેએ માફી માંગવી જોઇએ એવી માગ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X