For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આઝમ ખાન સામે ભાજપના લોકોએ જ જયા પ્રદાને હરાવી?

ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલી બોલિવુડ અભિનેત્રી જયા પ્રદાએ પોતાની સામે બહુ મોટા અને ગંભીર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના રામપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલી બોલિવુડ અભિનેત્રી જયા પ્રદાએ પોતાની સામે બહુ મોટા અને ગંભીર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. તેમણે આની ફરિયાદ ભાજપની ટૉપ લીડરશીપ પાસે કરી છે.

આ પણ વાંચોઃ NDAની મહત્વની બેઠક આજે, નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા ચૂંટાશેઆ પણ વાંચોઃ NDAની મહત્વની બેઠક આજે, નરેન્દ્ર મોદી સંસદીય દળના નેતા ચૂંટાશે

ભાજપના ગદ્દારે હરાવ્યા!

જયા પ્રદાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે, ‘હું પાર્ટીની ટૉપ લીડરશીપને એ લોકો વિશે જણાવીશ જેમણે વિપક્ષી દળની મદદ કરી છે જેથી એ લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે.' ઉલ્લેખનીય છે કે જયા પ્રદાને રામપુરમાં તેમના સખત વિરોધી રહેલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. આઝમ સપાના એ 5 સાંસદોમાં શામેલ છે જે આ વખતે મહાગઠબંધન છતાં પણ જીતી શક્યા છે.

રામપુરમાં આઝામ ખાને હરાવ્યા છે

રામપુરમાં આઝામ ખાને હરાવ્યા છે

રામપુર સીટ પર સમાજવાદી પાર્ટીના આઝમ ખાનને 5,59,177 મતો મળ્યા છે. જ્યારે ભાજપના જયા પ્રદાને 4,49,180 મતો મળ્યા છે. આ રીતે આઝમ ખાન તેમનાથી 1 લાખ 10 હજારથી પણ વધુ મતોથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ બંને નેતા યુપીના રાજકારણમાં એકબીજાની સામે વાક યુદ્ધ અને રાજકીય ડાયલૉગબાજી માટે જાણીતા છે.

જયા પ્રદા પર ભદ્દા કટાક્ષના કારણે પ્રતિબંધિત થયા હતા આઝમ

જયા પ્રદા પર ભદ્દા કટાક્ષના કારણે પ્રતિબંધિત થયા હતા આઝમ

આ ચૂંટણીમાં પણ આઝમ ખાને પોતાની આદત મુજબ જયા પ્રદા પર કટાક્ષ કરવાનું છોડ્યુ નહોતુ. પરંતુ આ આખાબોલાપણાના ચક્કરમાં તે તેમને કપડા વિશે એવો ભદ્દો મજાક કરી ગયા જેના કારણે ચૂંટણી પંચે 72 કલાક માટે તેમના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો. જો કે આઝમ હજુ પણ દાવો કરે છે કે તેમણે કોઈનું નામ લીધુ નહોતુ અને તેમના પર કરવામાં આવેલી કાર્યવાહી માટે તે મીડિયાથી પણ નાખુશ છે.

English summary
Did the people of BJP helped Azam Khan to defeating Jaya Prada in Rampur?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X