આજે દિલ્હીમાં શું કરશે શી જિનપિંગ, મહત્વપૂર્ણ કરાર પર થશે હસ્તાક્ષર?
નવી દિલ્હી: ત્રણ દિવસના ભારતના પ્રવાસ પર આવેલા ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે દિલ્હીમાં શિખર વાર્તા થશે. ભારતમાં ચીનના રોકાણ પર મોટા કરાર થવાની આશા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમદાવાદમાં એક દિવસ પસાર કર્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બુધવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા.
નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે આજે ઘણા મહત્વપૂર્ણ કરાર પર સહી પણ થશે. ચીનની સાથે રેલવેનું આધુનિકરણ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉદ્યોગ પાર્ક, ફિલ્મોના નિર્માણ સહિત લગભગ 20 વ્યાપરિક કરાર થશે.

9 વાગે
સવારે 9 વાગે શી જિનપિંગનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.

9.30 વાગે
સવારે 9.30 વાગે શી જિનપિંગ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર ફૂલ ચઢાવશે.

10.10
સવારે 10.10 વાગે જિનપિંગની મુલાકાત વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે હોટલ તાજ પેલેસમાં થશે.

11.00 વાગે
સવારે 11.00 વાગે જિનપિંગ અને નરેન્દ્ર મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થશે.

12.30 વાગે
બપોરે 12.30 વાગે બંને દેશો વચ્ચે કરાર પર હસ્તાક્ષર થશે અને પછી પ્રેસને સંબોધિત કરવામાં આવશે.

4.00 વાગે
સાંજે 4.00 વાગે જિનપિંગ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારી સાથે તાજ પેલેસ હોટલમાં મુલાકાત કરશે.

4.30 વાગે
સાંજે 4.30 વાગે તાજ પેલેસ હોટલમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય વક્તા હશે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ

5.15 વાગે
સાંજે 5.15 વાગે જિનપિંગ યુવા પ્રતિનિધિમંડળ સાથે હોટલ તાજ પેલેસમાં મુલાકાત કરશે.

7.30 વાગે
સાંજે 7.30 વાગે જિનપિંગ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત કરશે.

8.00 વાગે
રાત્રે 8.00 વાગે રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજમાં સામેલ થશે જિનપિંગ

બીજો દિવસ
આજે જિનપિંગના ભારત પ્રવાસનો બીજો દિવસ હશે. તે ભારતમાં ત્રણ દિવસના પ્રવાસ પર છે.












Click it and Unblock the Notifications
