Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિગ્વિજય સિંહે સ્વિકાર્યું- 'મુજે અમૃતા સે પ્યાર હુઆ અલ્લાહ મિયા'

નવી દિલ્હી, 30 એપ્રિલ: કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને અત્યાર સુધી લોકોએ વિરોધીઓ પર પ્રહાર જ કરતા જોયા છે. પરંતુ હવે લોકોને તેમનું એક અલગ જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દિગ્વિજય સિંહની ઉંમર ભલે ઢળી રહી હોય, પરંતુ તેમનું દિલ તો હજી જવાન છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર દિગ્વિજય સિંહે પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. તેમણે પત્રકાર અમૃતા રાયની સાથે પોતાના સંબંધોનો સ્વિકાર કરી લીધો છે. તેની જાણકારી તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા આપવામાં આવી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું છે કે તેમને અમૃતા રાયની સાથે સંબંધનો સ્વીકાર કરવામાં કોઇ આપત્તિ નથી. બીજી બાજુ અમૃતા રાયે પણ ટ્વિટર દ્વારા આ સંબંધની વાતની કબૂલાત કરી છે અને જણાવ્યું છે કે પોતાના પતિ સાથે તલાકનો નિર્ણય થઇ જવા પર દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરશે.

બાદમાં અમૃતા રાયે ટ્વિટ કરીને જણાવ્યું કે મારો ઇમેલ હેક કરવામાં આવ્યો અને તેમની વસ્તુઓની સાથે છેડછાડ કરવામાં આવી. ભારતમાં આ ગંભીર અપરાધ છે. અને મારી પ્રાયવસીમાં દખલઅંદાજી છે. હું તેની નિંદા કરું છું. અમૃતાએ લખ્યું છે કે હું મારા પતિથી અલગ થઇ ચૂકી છું અને અમે આંતરિક સહમતિના આધારે છૂટાછેડાની અરજી આપી છે, ત્યારબાદ મેં દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહની પત્ની આશા સિંહનું નિધન 2013માં થઇ ગયું હતું. ટીવી એન્કર અમૃતા રાય ખૂબ જ દિવસથી પોતાના પતિથી અલગ રહે છે. બીજી બાજુ સોશિયલ મીડિયા પર દિગ્વિજય સિંહના સંબંધો અંગે ઘણું બધું કહેવામાં આવી રહ્યું હતું. આ અંગે કેટલીંક તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ દિગ્વિજય સિંહ અને અમૃતા રાયે લોકસભા ચૂંટણી વચ્ચે પોતાના સંબંધો અંગે જાહેરાત આપી છે.

દિગ્વિજય સિંહનો અસલી ચહેરો જુઓ સ્લાઇડરમાં...

પ્રેમમાં દિગ્વિજય સિંહ

પ્રેમમાં દિગ્વિજય સિંહ

કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું છે કે તેઓ અમૃતા રાયના પ્રેમમાં છે.

દિગ્વિજય સિંહનો પ્રેમ છતો થયો

દિગ્વિજય સિંહનો પ્રેમ છતો થયો

દિગ્વિજય સિંહ અને અમૃતા રાય વચ્ચેનું લફરુ બહાર આવ્યું.

દિગ્વિજય સિંહે પોતાના પ્રેમનો એકરાર કર્યો

દિગ્વિજય સિંહે પોતાના પ્રેમનો એકરાર કર્યો

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર દિગ્વિજય સિંહે પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. તેમણે પત્રકાર અમૃતા રાયની સાથે પોતાના સંબંધોનો સ્વિકાર કરી લીધો છે. તેની જાણકારી તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા આપવામાં આવી છે.

અમૃતા રાયે ટ્વિટ કરીને જણાવ્યું કે

અમૃતા રાયે ટ્વિટ કરીને જણાવ્યું કે

મારો ઇમેલ હેક કરવામાં આવ્યો અને તેમની વસ્તુઓની સાથે છેડછાડ કરવામાં આવી. ભારતમાં આ ગંભીર અપરાધ છે. અને મારી પ્રાયવસીમાં દખલઅંદાજી છે. હું તેની નિંદા કરું છું. અમૃતાએ લખ્યું છે કે હું મારા પતિથી અલગ થઇ ચૂકી છું અને અમે આંતરિક સહમતિના આધારે છૂટાછેડાની અરજી આપી છે, ત્યારબાદ મેં દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે જણાવ્યું કે..

ટ્વિટર પર લખ્યું છે કે તેમને અમૃતા રાયની સાથે સંબંધનો સ્વીકાર કરવામાં કોઇ આપત્તિ નથી. બીજી બાજુ અમૃતા રાયે પણ ટ્વિટર દ્વારા આ સંબંધની વાતની કબૂલાત કરી છે અને જણાવ્યું છે કે પોતાના પતિ સાથે તલાકનો નિર્ણય થઇ જવા પર દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X