પોતાનું અફેર બહાર આવતા દિગ્વિજય સિંહે મોદીને કહ્યા કાયર!
નવી દિલ્હી, 1 મે: કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આજે એક વાર ફરી પત્રકાર અમૃતા રાયની સાથે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો છે. જો કે તેમણે પોતાના આ અફેરની સાથે સાથે નરેન્દ્ર મોદીને પણ લપેટામાં લઇ લીધા છે અને તેમની સરખામણી નરેન્દ્ર મોદી સાથે કરી દીધી છે.
દિગ્વિજય સિંહે જણાવ્યું કે તેઓ નરેન્દ્ર મોદીની જેમ ડરપોક નથી, અને તેઓ પોતાના સંબંધોને છૂપાવે છે જ્યારે હું મારા સંબંધોને છૂપાવતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને એ ખુલાસો કર્યો છે હતો કે તેઓ પત્રકાર અમૃતા રાયની સાથે પોતાના સંબંધોનો સ્વીકાર કરે છે અને અમૃતાના તેના પતિ સાથેના છૂટા છેડા બાદ બંને લગ્ન કરી લેશે.
બીજી બાજું ભાજપે જણાવ્યું છે કે આ નૈતિકતાનો પ્રશ્ન હોવાની સાથે સાથે અપરાધની શ્રેણીમાં આવે છે અને તેના માટે દિગ્વિજયને સજા પણ થઇ શકે છે. ભાજપ પ્રવક્તા મીનાક્ષી લેખીએ અત્રે જણાવ્યું કે ગુપ્ત વિવાહ સંભવ નથી. એક વકીલ તરીકે હું કહી શકું છું કે છૂટાછેડા થયા નથી અને કેસ શારીરિક સંબંધોનો છે. નૈતિકતાનો પાઠ શીખવાડનારાઓએ આની વિકૃત પરિભાષા કરી છે અને કોંગ્રેસ નેતૃત્વએ તેનું સંજ્ઞાન લેવું જોઇએ.












Click it and Unblock the Notifications
