દિગ્વિજયને આવ્યો ગુસ્સો, પાર્ટી કાર્યકરને ઝીંક્યો તમાચો!

ભોપાલ, 1 જૂન : પોતાના નિવેદનોને લઇને હંમેશા વિવાદોમાં રહેનાર કોંગ્રેસના મહાસચિવ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ આ વખતે પોતાના ગુસ્સાને લઇને વિવાદમાં ફસાઇ ગયા છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પોતાના જ સ્વાગત સમારંભ દરમિયાન રોષે ભરાઇ ગયા. દિગ્વિજય સિંહને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે બધાની સામે એક પાર્ટીના કાર્યકરને તમાચો ઝીંકી દીધો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલ કોંગ્રેસ કાર્યાલમાં દિગ્વિજય સિંહ જ્યારે પહોંચ્યા તો પાર્ટી કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે આવી ગયા. કાર્યકરો જોરજોરથી દિગ્વિજય સિંહ જીંદાબાદના નારા લગાવી રહ્યા હતા અને ધક્કા-મૂક્કી કરવા લાગ્યા.

digvijay singh
દિગ્વિજય સિંહે ઘણી વખત ઇશારો કરીને તેમને શાંત રહેવા માટે જણાવ્યું, પરંતુ કોઇ કાર્યકર્તાએ તેમની વાત માની નહીં. આ વાતને લઇને દિગ્વિજય સિંહ જોરદાર ગુસ્સે ભરાઇ ગયા અને એક કાર્યકર્તાને તમાચો ચોડી દીધો. જોકે હજી સુધી એ કાર્યકર્તાનું નામ સામે આવ્યું નથી. પરંતુ સૂત્રો પ્રમાણે તમાચો માર્યા બાદ કેટલાક કાર્યકરોએ તેમના વિરોધ સૂત્રોચ્ચાર પણ કર્યા.

સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ પ્રદેશ કાર્યસમિતિ અને સાંસદોની બેઠકમાં દિગ્વિજય સિંહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર હતા. બાદમાં સિંધિયા અને કમલનાથે મામલાને સંભાળી લીધો અને દિગ્વિજય સિંહને શાત કરાવ્યા. ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહ હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. આ પહેલા તેમણે પોતાની જ પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X