For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં રામ મંદિરને લઈ કેટલી ઉત્સાહિત છે રામાયણની સીતા

અયોધ્યામાં રામ મંદિરને લઈ કેટલી ઉત્સાહિત છે રામાયણની સીતા

|
Google Oneindia Gujarati News

ફૈજાબાદઃ 492 વર્ષ લાંબો ઈંતેજાર આજે ખતમ થવા જઈ રહ્યો છે, પીએમ નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં 12 વગીને 15 મિનિટ અને 15 સેકન્ડે રામ મંદિરની ભૂમિ પૂજા કરશે. ખાસ વાત એ છે કે ભગવાન શ્રી રામે અભિજિત મુહૂર્તમાં જન્મ લીધો હતો અને એ મુહૂર્તમાં જ આજે મંદિર માટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.

ભૂમિ પૂજા કાર્યક્રમમાં 135 સંતો સામેલ

ભૂમિ પૂજા કાર્યક્રમમાં 135 સંતો સામેલ

આ ભવ્ય કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં 36 આધ્યાત્મિક પરંપરાઓ સાથે સંબંધ રાખનારા 135 સંત પણ સામેલ છે, એટલું જ નહિ આ કાર્યક્રમ માટે નેપાળથી હિંદૂ સંતોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, સાથે જ આ કાર્યક્રમમાં અયોધ્યાના કેટલાક પ્રતિષ્ઠિત લોકો પણ સામેલ છે.

‘રામલલાની ઘર વાપસી થઈ રહી છે’

આ ભવ્ય કાર્યક્રમને ળઈ આખો દેશ ઉત્સાહિત છે, રામ મંદિર નિર્માણનો આરંભ થવાથી રામાયણમાં સીતાનો રોલ નિભાવનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયા પણ ઘણી ખુશ છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે- રામ જન્મભૂમિ સિલાન્યાસ થવા જઈ રહ્યો છે, આખરે લાંબો ઈંતેજાર ખતમ થયો. રામલલાની ઘર વાપસી થઈ રહી છે. આ બહુ આલીશાન અનુભવ થવા જઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે દિવાળી આ વર્ષે જલદી આવી ગઈ. આ બધું વિચારીને ઈમોશનલ થઈ રહી છું.

અયોધ્યા પહોંચી ચૂક્યા છે પીએમ મોદી

અયોધ્યા પહોંચી ચૂક્યા છે પીએમ મોદી

ઉલ્લેખનીય છે કે ભૂમિ પૂજનના કાર્યક્રમમાં સામેલ થવા માટે પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે. એટલું જ નહિ રામ જન્મભૂમિ જનાર નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન પણ બની ગયા છે. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ફેસલામાં વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે સોંપાનો આદેશ આપ્યો હતો.

ચાંદીની ઈંટથી મંદિરનો પાયો રાખવામાં આવશે

ચાંદીની ઈંટથી મંદિરનો પાયો રાખવામાં આવશે

જે બાદ આજે મંદિરની ભૂમિ પૂજા કાર્યક્રમમાં સામેલ થવા માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદી સોનેરી રંગના કુર્તા અને સફેદ રંગની ધોતી પહેરી અહીં પહોંચ્યા છે. ભૂમિ પૂજા દરમિયાન પીએમ મોદી 40 કિલોની ચાંદીની ઈટથી આ મંદિરનો પાયો માંડશે. અયોધ્યા સુધી પહોંચ્યા બાદ સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કર્યાં છે.

આ પણ વાંચો

English summary
dipika chikhlia who played role of sita in ramayana is so excited about the Ram temple in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X