For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ જન્મભૂમિ પૂજાઃ અયોધ્યામાં પૂજા માટે આ પાંચ રત્નોનો ઉપયોગ થશે

રામ જન્મભૂમિ પૂજાઃ અયોધ્યામાં પૂજા માટે આ પાંચ રત્નોનો ઉપયોગ થશે

|
Google Oneindia Gujarati News

અયોધ્યાઃ હવે થોડી વારમાં જ પીએમ મોદી રામ મંદિર નિર્માણનો પાયો માંડશે. પીએમ મોદી ચાંદીની એક ઈંટને પાયા તરીકે રાખી મંદિર નિર્માણના કાર્યનો રસ્તો ખુલ્લો મૂકશે. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા હાલ ફૂલોથી સજાવવામાં આવી છે. મંગળવારે જિલ્લામાં બિલકુલ દિવાળી જેવો માહોલ હતો. ભૂમિ પૂજાનું મુહૂર્ત માત્ર 32 સેકન્ડનુ્ં છે એટલે કે પીએમ મોદીએ 32 સેકન્ડમાં મંદિર નિર્માણનો પાયો રાખવાનો છે. જ્યારે ભૂમિ પૂજા માટે ખાસ પ્રકારના પાંચ રત્નોનો ઉપયોગ કરવામાં આવશે.

આ પાંચ રત્ન કયા છે

આ પાંચ રત્ન કયા છે

કાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યેથી જ થઈ ગઈ છે. આ કાર્યક્રમ માટે 175 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાંથી 135 સંતો છે. પુજારીઓ અને ધાર્મિક નેતાઓનું કહેવું છે કે પાયો માંડવાનો આખો કાર્યક્રમ મુહૂર્ત મુજબ થશે. તેમણે જણાવ્યું કે બુધવારે આ મુહૂર્ત બપોરે 12 વાગીને 44 મિનિટ 8 સેકન્ડથી લઈ 12 વાગીને 44 મિનિટ 40 સેકન્ડ સુધી જ છે. આ પૂજામાં જે પાંચ રત્નોનો ઉપયોગ થશે તે આ પ્રમાણે છે.

  • ચાંદીનો કાચબો
  • ચાંદીનું બિલીપત્ર
  • ચાંદીની શિલા
  • સોનાનો શેષનાગ
  • સોાના વાસ્તુદેવ
12.30 વાગ્યેથી ભૂમિ પૂજા શરૂ થશે

12.30 વાગ્યેથી ભૂમિ પૂજા શરૂ થશે

આ કાર્યક્રમની તારીખ બેલગાવી, કર્ણાટક, એનઆર વિજયેન્દ્ર શર્માએ નક્કી કરી છે. કહેવાઈ રહ્યું છે કે આ સમય વાસ્તુ મુહૂર્ત અને ભૂમિ પૂજા માટે આદર્શ સમય છે. ભૂમિ પૂજાની શરૂઆત બપોરે 12.30 મિનિટથી થઈ જશે જ્યારે પાયો બાદમાં રાખવામાં આવશે. સોમવારથી અયોધ્યામાં કોઈ તહેવારનો માહોલ છે અને સોમવારે 21 પૂજારીઓએ ભગવાન ગણેશની આરાધના કરી છે. જે બાદ ભગવાન શ્રી રામ અને માતા સીતાના વંશજોની પ્રાર્થના કરવામાં આવી છે. પીએમ મોદી ત્રણ કલાક સુધી અયોધ્યામાં રહેશે. જો કે જ્યાં પાયો રાખામાં આવશે ત્યાં પીએમ મોદી ઉપરાંત આરએસએસ મુખ્યા મોહન ભાગવત, રામ મંદિર નિર્માણ ટ્રસ્ટના મુખ્યા નૃત્ય ગોપાલદાસ મહારાજ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બસ આ પાંચ લોકો જ હાજર રહેશે. સીએમ યોગીએ આ કાર્યક્રમનું એક ઐતિહાસિક આયોજન બનાવ્યું છે.

આપણા માટે આ એક ભાવૂક પળ છે- સીએમ યોગી આદિત્યનાથ

આપણા માટે આ એક ભાવૂક પળ છે- સીએમ યોગી આદિત્યનાથ

પાછલા વર્ષે નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટ તરફથી એક ઐતિહાસિક ફેસલા બાદ રામ મંદિર નિર્માણનો રસ્તો ખુલી ગયો હતો. અયોધ્યામાં ભૂમિ પૂજા દરમિયાન નવ શિલાના પથ્થર ભૂમિ પૂજામાં રાખવામાં આવશે. નવ શિલાઓનું પૂજન પીએમ મોદીના હાથે થશે. આ નવ શિલાઓ 1989-90ના દરમિયાન આંદોલન સાથે જોડાયેલી છે. એક શિલાને ગર્ભગૃહમાં રાખવામાં આવશે અને બાકીની આઠ બીજી જગ્યાએ હશે. નક્શો પાસ થયા બાદ મંદિર નિર્માણ સમયે નવ શિલાઓનો ઉપયોગ કરાશે. સીએમ યોગીએ કહ્યું કે, ‘આ માત્ર ઐતિહાસિક શરૂઆત નથી, બલકે આપણા બધા માટે એક ભાવૂક પળ પણ છે કેમ કે 500 વર્ષ બાદ રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થશે. આ એક નવા ભારતનો પાયો છે.'

11.30 વાગ્યે પીએમ મોદીનું એરક્રાફ્ટ લેન્ડ કરશે

11.30 વાગ્યે પીએમ મોદીનું એરક્રાફ્ટ લેન્ડ કરશે

પીએમ મોદીનું એક એરક્રાફ્ટ સવારે 11.30 વાગ્યે અયોધ્યાના સાકેત કોલેજમાં બનેલ હેલીપેડ પર લેન્ડ કરશે. અહીંથી પીએમ મોદી એક ખાસ સુરક્ષા ઘેરામાં હશે જેમાં સ્થાનિક પોલીસના જવાન પણ સામેલ થશે. ઈન્ગલિશ ડેલી હિંદુસ્તાન ટાઈમ્સ તરફથી જણાવવામાં આવ્યું કે પીએમ મોદીના સુરક્ષા ઘેરામાં એવા 150 જવાન પણ સામેલ થશે જેઓ હાલમાં જ કોરોના વાયરસ મહામારીથી ઠીક થઈ ચૂક્યા છે.

હનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્યહનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય

English summary
Ram Janmabhoomi Puja: These five gems will be used for puja in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X