For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાનગઢી પહોંચ્યા બાબા રામદેવ, કહ્યુ - મંદિર નિર્માણ સાથે દેશમાં આવશે રામ રાજ્ય

ભૂમિ પૂજનથી પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં આજે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન થશે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થશે. ભૂમિ પૂજન બાદ પીએમ મોદી મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મૂકશે. અત્યારે આખી અયોધ્યા દુલ્હનની જેમ સજાવેલી છે. ભૂમિ પૂજનથી પહેલા યોગ ગુરુ બાબા રામદેવ આજે સવારે હનુમાનગઢી પહોંચ્યા છે. દર્શન કર્યા બાદ તેમણે કહ્યુ, આજનો દિવસ ઐતિહાસિક છે, આ તેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે, મને પૂરો ભરોસો છે કે રામ મંદિરના નિર્માણ સાથે દેશમાં રામ રાજ્ય સ્થાપિત થઈ જશે.

ramdev

ઉલ્લેખનીય છે કે આજના ભવ્ય કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાયરસના ખતરાને જોતા સીએમ યોગી આદિત્યનાથને અપીલ કરીને કહ્યુ છે કે જે લોકોને નિમંત્રણ મોકલવામાં આવ્યુ છે, માત્ર તે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા.

તમને જણાવી દઈએ કે મંગળવારે મંદિરના પ્રસ્તાવિત મૉડલના ફોટા જારી કરવામાં આવી છે મંદિરની આ ડિઝાઈન નિખિલ સોમપુરાએ તૈયાર કરી છે. હવે મંદિરમાં ત્રણની જગ્યાએ પાંચ ગુંબજ હશે, આનાથી તેની લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ વધી જશે. ગુજરાતમાં સોમનાથ મંદિરનુ નિર્માણ કરનાર આર્કિટેક્ટ પરિવારના ચંદ્રકાંત સોમપુરાને રામ મંદિરના મૉડલ અને ડિઝાઈન તૈયાર કરવાની જવાબદારી મંદિર આંદોલનના નાયક કહેવાતા અશોક સિંઘલને સોંપી હતી. મંદિરની આ નવી ડિઝાઈનને ચંદ્રકાંત સોમપુરાના દીકરા નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરાએ તૈયાર કરી છે.

English summary
'Ram Rajya' will be established in India: Yog Guru Ramdev at Hanuman Garhi temple in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X