• search

મારા પરિવારને લઇને આપત્તિજનક પુસ્તકો ફેંકનાર કાયર છે: પ્રિયંકા ગાંધી

By Kumar Dushyant

અમેઠી, 2 મે: કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ શુક્રવારે તેમની ચૂંટણી સભાઓ ઠીક પહેલાં અડધી રાત્રે આયોજન સ્થળ નજીક તેમના પરિવારને લઇને મોટાભાગે આપત્તિજનક વાતોથી ભરેલા પુસ્તકો ફેંકનાર સનસનીખેજ આરોપ લગાવતાં આવું કરનારાઓ સામે આવીને વાત કરવાનો પડકાર ફેંક્યો.

પ્રિયંકાએ ગૌરીગંજ વિધાનસભ વિસ્તારના શાહગઢ સ્થિત શહીદ ચૌક પર આયોજિત જનસભામાં આરોપ લગાવ્યો કે મને ખબર પડી છે કે જ્યાં મારી જનસભાઓનું આયોજન થાય છે, ત્યાં તેના ઠીક પહેલાં અડધી રાતે મારા પરિવાર વિશે નકામી વાતો લખેલા પુસ્તક ફેંકવામાં આવે છે. તેમણે કહ્યું કે તે પુસ્તકમાં ઘણી ગંદી અને ખોટી વાતો લખેલી છે. આ હરકત કરનાર લોકો ખૂબ જ કાયર છે. તે કંઇક કહેવા માંગે છે તો મોંઢા પર આવીને કહે, મારી સામે આવીને વાત કરે. આ વિચારધારાની લડાઇ છે. અડધી-અડધી રાત્રે આવી હરકતો કરવી યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 'રાહુલની રાવણલીલા' શીર્ષકવાળા તે પુસ્તકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગંધી અને તેમના પરિવારની અંગત જીંદગી વિશે તમામ દાવાઓને અશ્લીલતાપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં પ્રકાશનના સ્થળે 'સંસ્કૃતિ રક્ષક દળ', શાસ્ત્રી નગર નવી દિલ્હી લખેલ છે. પ્રિયંકાએ કહ્યું કે દેશમાં ચૂંટણી પ્રચારનું સ્તર હિન્ન કક્ષાએ પહોંચી ગયું છે. રાજકારણને સેવા ભાવનાની નજરથી જોવામાં આવે છે, પરંતુ દેશના કેટલાક નેતા આ વિશે વિચારત નથી. રાહુલજીનું રાજકારણ માંગવાનું નહી પરંતુ સેવાભાવનાનું છે. તે તમને તાકાત આપવા માંગે છે. સત્તા પણ તમને આપવા માંગીએ છીએ.

priyanka-gandhi-22

તેમણે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર હુમલો કરતાં કહ્યું ''દેશમાં એક એવા નેતા છે જે પોતે સત્તા ઇચ્છે છે. તે માંગતા રહ્યાં છે કે અમને તાકાતવર બનાવો, અમે બધુ ઠીક કરી દઇશું. તેમણે કહ્યું કે હું વોટ માંગીશ નહી. જે દેશ માટે અને તમારા માટે વિચારે છે, જે તમને તાકાત આપે છે તેને વોટ આપો. અમેઠીમાં વિજળીના મુદ્દે પૂર્વવર્તી માયાવતી સરકારની ટીકા કરતં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સપાની સરકાર આવી તો સોનિયા અને રાહુલ ગાંધીએ પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સાથે વાત કરી. આના પર અમેઠીને 24 કલાક વિજળી મળવા લાગી.

તેમણે અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનું નામ લીધા વિના કહ્યું કે એક ઉમેદવાર અહીં આવી છે. તેમની પાર્ટીના લોકોએ કેસ કરીને અહીં 24 કલાક વિજળી આપૂર્તિને અટકાવી દિધી. પ્રિયંકાની સાથે આજે એસપીજી સુરક્ષા ચક્ર હાજર હતું પરંતુ સામાન્ય જંતા પ્રત્યે તેમના અધિકારીઓના વલણમાં થોડી નરમાઇ જરૂર હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કથિત રીતે એસપીજી અધિકારીઓએ જનતા પ્રત્યે એકદમ નિરસ વલણથી નારાજ પ્રિયંકાએ કાલે એસપીજી સુરક્ષાને પોતે તોડી દિધી હતી.

English summary
Observing that the tone and tenor of the Lok Sabha poll campaign has stooped to a very low level, Priyanka Gandhi on Friday alleged that pamphlets containing dirty material about her family were being dumped in Amethi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more