વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ બે યુવાનોએ જીવન ટુંકાવ્યુ, હાર બાદ દુખી હતા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હારના શોકમાંથી ક્રિકેટ ફેન્સ હજુ પણ બહાર આવી શક્યા નથી. આ જ કારણ છે કે બે યુવાનોએ પોતાના જીવ આપ્યા છે.
વર્લ્ડ કપમાં ભારતની હારથી નિરાશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના એક-એક યુવાનોએ આત્મહત્યા કરી લીધી છે. ફાઈનલમાં પરાજયથી દુઃખી આ1 બન્ને 23 વર્ષીય યુવકોએ પોતાના જીવ આપી દીધા.

અહેવાલો અનુસાર, અધિકારીઓનું કહેવું છે કે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા અને ઓડિશા જાજપુરમાં આ બન્ને લોકોએ કથિત રીતે આત્મહત્યા કરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, રાહુલ લોહાર નામના યુવકે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બાંકુરાના બેલિયાતોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનેમા હોલ પાસે આત્મહત્યા કરી લીધી.
પોલીસ અધિકારી અનુસાર, રાહુલના સંબંધીએ જણાવ્યું કે, તે વિસ્તારમાં એક કપડાની દુકાનમાં કામ કરે છે અને ફાઈનલ મેચ જોવા માટે રવિવારે રજા લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની હારથી દુઃખી થઈને તેણે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી.
પોલીસે જણાવ્યું કે, રાહુલના મૃતદેહને સોમવારે સવારે પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સંમિલાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.
બીજી તરફ ઓડિશાના જાજપુર પોલીસે જણાવ્યું કે, દેવ રંજન દાસ નામનો 23 વર્ષીય યુવક રવિવારની રાત્રે મેચ પછી તરત જ બિંઝારપુર વિસ્તારમાં તેના ઘરમાં લટકતો મળી આવ્યો. દાસના એક સંબંધીએ કહ્યું કે તે ભાવનાત્મક વિકાર થી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી હતી.
પરિવારના સભ્યોએ કહ્યું કે, ભારત મેચ હારી ગયા બાદ દાસ ખૂબ જ હતાશ હતો. જરી ચોકીના ઈન્ચાર્જ ઈન્દ્રમણિ જુઆંગાએ જણાવ્યું કે, અમે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.












Click it and Unblock the Notifications
