#DKShivakumararrested: ડીકે શિવકુમારનું બીપી હાઈ, હોસ્પિટલમાં પસાર થઈ રાત

ધરપકડ બાદ ડીકે શિવકુમારને મેડીકલ તપાસ માટે ઈડીની ટીમે કડક સુરક્ષામાં આરએમએલ હોસ્પિટલ લઈને ગઈ જ્યાં તેમનુ બીપી હાઈ થઈ ગયુ હતુ.

કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસના સંકટ મોચન ગણાતા જાણીતા ડીકે શિવકુમારની મંગળવારે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે. શિવકુમારની ધરપકડ સામે કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યુ છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાની ઈડીએ પ્રિવેન્શન ઑફ મન લૉન્ડ્રીંગ એક્ટ હેઠળ સતત પાંચ દિવસ સુધી પૂછપરછ કરી ત્યારબાદ છેવટે ઈડીએ તેમની ધરપકડ કરી લીધી.

શિવકુમારની રાત રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પસાર થઈ..

શિવકુમારની રાત રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પસાર થઈ..

ધરપકડ બાદ ડીકે શિવકુમારને મેડીકલ તપાસ માટે ઈડીની ટીમે કડક સુરક્ષામાં આરએમએલ હોસ્પિટલ લઈને ગઈ જ્યાં તેમનુ બીપી હાઈ નીકળ્યુ અને આના કારણે ડીકે શિવકુમારની રાત રામ મનોહર લોહિયા હોસ્પિટલના નર્સિંગ હોમમાં પસાર થઈ.

મેડીકલ રિપોર્ટમાં ડીકે શિવકુમાર ફિટ

મેડીકલ રિપોર્ટમાં ડીકે શિવકુમાર ફિટ

જો કે બુધવારે સવારે આવેલા મેડીકલ રિપોર્ટમાં ડીકે શિવકુમારને ડૉક્ટરોએ ફિટ ગણાવ્યા છે ત્યારબાદ આજે ઈડીની ટીમ તેમને કોર્ટમાં હાજર કરશે.

કોંગ્રેસે લગાવ્યો માનસિક ત્રાસનો આરોપ

શિવકુમારના આરોગ્ય માટે કોંગ્રેસે ઈડી પર તેમને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે આ બધુ રાજકારણથી પ્રેરિત છે જ્યારે આ પહેલા ધરપકડ બાદ ડીકે શિવકુમારે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે હું મારા ભાજપના મિત્રોને અભિનંદન પાઠવુ છુ કે તેમણે મારી ધરપકડ કરાવવાના મિશનને સફળતાપૂર્વક પૂરુ કર્યુ.

મારી સામે આઈટી અને ઈડી કેસ રાજકારણથી પ્રેરિત છેઃ ડીકે શિવકુમાર

મારી સામે આઈટી અને ઈડી કેસ રાજકારણથી પ્રેરિત છે. હું ભાજપના બદલાની કાર્યવાહીનો શિકાર છું. પૂર્વ કેબિનેટ મંત્રી અને કનકપુરાના ધારાસભ્ય શિવકુમાર પૂછપરછ માટે ચોથી વાર મંગળવારે ઈડી સામે હાજર થયા હતા. તેમને પાર્ટી કેડરને અપીલ કરીને કહ્યુ કે, ‘હું પાર્ટી કેડર અને સમર્થકોને અપીલ કરુ છુ કે તે ક્યારેય પણ નિરાશ ન થાય. મે ક્યારેય કંઈ પણ ગેરકાયદેસર કર્યુ નથી. મને ભગવાન અને દેશની ન્યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો છે. મને વિશ્વાસ છે કે હું આ બદલાની કાર્યવાહી સામે રાજકીય અને કાયદાકીય રીતે જીત મેળવીશ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X