દિલ્હી પહોંચીને ગરજ્યા ડીકે શિવકુમાર, કહ્યું-પાર્ટી મારી માં છે, રાજીનામાંની અફવા ફેલાવનારા પર કેસ કરીશ
કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને હજુ કોંગ્રેસ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે. ધારાસભ્યોએ મામલો હાઈકમાન્ડના હાથમાં સોંપ્યા બાદ બન્ને દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદારો સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચીને ડીકે શિવકુમાર રાજીનામાંની અફવા પર વરસ્યા હતા.
સમાચારો આવી રહ્યા હતા કે નારાજગીને કારણે ડીકે શિવકુમાર રાજીનામુ આપી શકે છે. હવે આ મુદ્દે તેમણે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જો કોઈ ચેનલ રિપોર્ટ કરશે કે હું પદ પરથી રાજીનામું આપી રહ્યો છું તો હું તેની સામે માનહાનિનો કેસ દાખલ કરીશ.

ડીકે શિવકુમારે આક્ષેપ કર્યો હતો કે કેટલાક એવા અહેવાલો આપી રહ્યા છે કે હું રાજીનામું આપીશ. પાર્ટી મારી મા છે, આ પાર્ટી મેં બનાવી છે. મારા ધારાસભ્યો, મારી પાર્ટી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે મંગળવારે યોજાયેલી મહત્વની બેઠકમાં કર્ણાટકના પાર્ટી પ્રભારી રણદીપ સુરજેવાલા પણ હાજર હતા. હવે મુખ્યમંત્રી પદના ઉમેદવારો ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે ખડગેની બેઠક યોજાઈ શકે છે.
સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને મુખ્યમંત્રી પદના દાવેદાર છે અને લોબિંગ કરી રહ્યા છે. રવિવારે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોએ ખડગેને કર્ણાટકના નવા મુખ્યમંત્રી પસંદ કરવા માટે એક લાઈનનો ઠરાવ પસાર કરીને આપ્યો હતો. હવે મામલો હાઈ કમાન્ડના હાથમાં છે.












Click it and Unblock the Notifications
