DMKના મંત્રીઓને કોંગ્રેસના 'સરદાર'ને ધર્યા રાજીનામા

શરૂઆતમાં રાજીનામું આપવા માટે ફક્ત ત્રણ ડીએમકેના મંત્રીઓ પહોંચ્યા હતા, અલાગિરી અને નેપોલિયનની ગેરહાજરી પર ડીએમકે નેતા ટી આર બાલૂએ કહ્યું હતું કે તે (અલાગિરી અને નેપોલિયન) પોતાનું રાજીનામું બાદમાં આપશે.
રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ટીઆર બાલૂએ કહ્યું હતું કે વડાપ્રધાને અમારું રાજીનામું સ્વિકારી લીધું છે. બધા જ પાંચ મંત્રીઓએ એકસાથે રાજીનામું કેમ ન આપ્યું એમ પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે પાર્ટીમાં કોઇ મતભેદ નથી. બાકીના બે મંત્રીઓ થોડીવાર પછી પોતાનું રાજીનામું આપશે. એનડીએ સાથે જોડાવવા અંગે પ્રશ્ન પુછવામાં આવતાં બાલૂએ કહ્યું હતું કે આવો કોઇ પ્રશ્ન ઉઠતો નથી. આ પહેલાં ડીએમકે મંત્રીઓએ પોતાનું રાજીનામું સોંપવા માટે વડાપ્રધાન મનમોહન સાથે વાતચીત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીલંકાઇ તમિળોના મુદ્દે ડીએમકેએ મંગળવારે રાત્રે યુપીએ સરકાર સાથે પોતાનો છેડો ફાડી દિધો હતો અને પુનવિચારની કોઇ સંભાવનાની મનાઇ કરી દિધી હતી. કેન્દ્રમાં ડીએમકેના મંત્રીઓએ પોતાનું રાજીનામું સોંપવા માટે બુધવારે વડાપ્રધાન પાસે સમય માંગ્યો હતો અને તેમને 12 વાગ્યાનો સમય આપ્યો હતો. તો બીજી તરફ વડાપ્રધાનને પોતાનું રાજીનામું આપતાં પહેલાં ટી આર બાલૂની અધ્યક્ષતા હેઠળ ડીએમકે નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.












Click it and Unblock the Notifications
