કોરોનાના ઓમિક્રૉન વેરિઅંટને હળવાશમાં ના લો, શરીરના આ અંગ પર કરી રહ્યો છે અસર
વિદેશ બાદ ભારતીય ઓમિક્રૉનના દર્દીઓમાં એકદમ અલગ લક્ષણ જોવા મળી રહ્યા છે.
બેંગલુરુઃ કોરોના વાાયરસના નવા ઓમિક્રૉન વેરિઅંટે લોકોને ખૂબ કન્ફ્યુઝ કરી દીધા છે. ઘણા દર્દી છે જેમાં કોરોનાના નવા વેરિઅંટના બધા લક્ષણો જોવા મળી રહ્યા છે પરંતુ તેમના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે. વળી, એવા પણ કેસ સામે આવી રહ્યા છે જેમાં કોવિડના લક્ષણ ના સમાન છે પરંતુ તેમનો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવી રહ્યો છે. જો કે ડૉક્ટર શરૂઆતથી એ કહી રહ્યા છે કે ઓમિક્રૉનથી લોકોના જીવને જોખમ નથી. કોરોનાના અન્ય વેરિઅંટની અપેક્ષા આ વેરિઅંટ ખૂબ ઝડપથી ફેલાય છે પરંતુ તેના લક્ષણ એટલા સામાન્ય છે કે સામાન્ય ફ્લુ અને આમાં તફાવત કરવો લોકો માટે મુશ્કેલ બની રહ્યો છે. વળી, હવે વિદેશ બાદ ભારતીય ઓમિક્રૉનના દર્દીઓમાં એકદમ અલગ લક્ષણ જોવા મળી રહ્યા છે.

ઓમિક્રૉન કાનને કરી રહ્યો છે પ્રભાવિત
પહેલા કોરોનાના જે વેરિઅંટ આવ્યા તે આંખ, ફેફસા અને મગજને પ્રભાવિત કરી રહ્યા હતા પરંતુ આ નવો વેરિઅંટ લોકોના કાન પર અસર કરી રહ્યો છે. આ સાથે જ તેજ માથાનો દુઃખાવો અને કાનમાં સીટી વાગવા અને થોડા દિવસ સુધી કાનમાં ન સંભળાવુ જેવી સમસ્યા થઈ રહી છે.
ઓમિક્રૉન લોકોને કરી રહ્યો છે ભ્રમિત
ઓમિક્રૉનના ડેલ્ટા વેરિઅંટના બદલે હળવા લક્ષણ પેદા કરી રહ્યો છે જેના કારણે લોકો આને સામાન્ય શરદી, ખાંસી અને સામાન્ય તાવ માનીને લઈ રહ્યા છે. આ ઓમિક્રૉનમાં છેતરનારી એ પણ વાત છે કે આમાં અન્ય કોરોનાની જેમ મોઢાનો સ્વાદ અને સુગંધ જતા નથી.
શોધમાં પણ થયો આ ખુલાસો
બ્રિટન બાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિશેષજ્ઞોએ પણ આ ઓમિક્રૉનના લક્ષણોમાં જે નવા લક્ષણ શોધ્યા છે તે કાન પર અસર કરી રહ્યા છે. એ જ રીતે ભારતમાં પણ કોરોના ગ્રસિત દર્દીઓને કાનમાં ન સંભળાવુ અને કાનમાં સિટી વાગવાની ફરિયાદ કરી છે. વિશેષજ્ઞોએ પણ પોતાના રિસર્ચમાં જોયુ છે કે દર્દીના કાનની અંદર દુઃખાવો, સનસની સહિત અન્ય સમસ્યાઓ જોવા મળી છે જે ઓમિક્રૉનના કારણે થઈ રહી છે ભારતમાં કોરોના વેક્સીનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોમાં પણ આ લક્ષણ જોવા મળી રહ્યા છે.
જાણો શું કહે છે વિશેષજ્ઞ
બેંગલુરુ ફિઝિશિયન ડૉક્ટર પ્રકાશ અનુસાર હાલમાં જે દર્દીઓ આવી રહ્યા છે તેમા ઘણાના રિપોર્ટ નેગેટીવ છે પરંતુ તેમાં બધા લક્ષણ કોરોનાના જ છે. ડૉક્ટરના જણાવ્યા અનુસાર નવા વેરિઅંટમાં માથામાં દુઃખાવો, બૉડી પેઈન, કમરની નીચે કે પગમાં દુઃખાવો, ઉલ્ટી કે લુઝ મોશન, હળવો કે તેજ તાવ, ખાંસી, ખફ, નાક વહેવુ ઉપરાંત ગળામાં ક્યારેક ક્યારેક ખારાશ અનુભવવુ પણ શામેલ છે. કાનમાં ન સંભળાવુ કે કાનમાં સનસની થવાના જે લક્ષણ દેખાઈ રહ્યા છે તેને નજરઅંદાજ ન કરવા જોઈએ. કોવિડ નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ પણ આ સમસ્યા રહેતી હોય તો ઈએનટી ડૉક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.












Click it and Unblock the Notifications
