મેગી પછી અમિતાભવાળા નવરત્ન તેલ પર અંધત્વ લાવવાનો આરોપ

Posted By:
Subscribe to Oneindia News

મેગી પછી ફરી એક વાર એક અન્ય પ્રોડક્ટ વિવાદોમાં ફસાઇ રહ્યું છે. આ પ્રોડક્ટ છે નવરત્ન તેલ. ઠંડા તેલના નામે કરોડો રૂપિયાનો વેપાર કરતા આ તેલની બ્રાન્ડને ખુદ સુપરસ્ટાર અમિતાબ બચ્ચન, વિજ્ઞાપન દ્વારા પ્રમોટ કરે છે. તેલની જાહેરાત પણ કહે છે કે આ તેલ લગાવવાથી અનિંદ્રા, માથાનો દુખાવો, થાક દૂર થાય છે અને માથાને ઠંડક મળે છે. પણ બીએચયૂ ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટમાં થયેલા એક રિસર્ચમાં તે વાતનો ખુલાસો થયો છે કે ઠંડા તેલમાં અત્યાધિક કપૂર લોકોને તેનું એડિક્ટ કરી રહ્યું છે. જેમ ઓલ્કોહોલ નશો થાય તેવો જ. અને ઠંડા તેલ વાપરતા દર્દીઓની સંખ્યા પણ ઓપીડીમાં વધી રહી છે. ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. વીએમ મિશ્રાએ કહ્યું કે ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળ સમેત અનેક રાજ્યોમાં કપૂર યુક્ત ઠંડું તેલ લગાવવાથી લોકો માનસિક રીતે ગંભીરપણે બિમાર થઇ રહ્યા છે અને અનેક લોકો આવા તેલથી નેત્રહિન પણ થઇ રહ્યા છે. 700થી વધુ તેવા દર્દીઓ છે જેમની પર રિસર્ચ કરવામાં આવ્યું છે. રિસર્ચમાં 5 વર્ષથી વધુ આ તેલના ઉપયોગ કરતા લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું છે. જેમાં 74 ટકા મહિલાઓ પણ છે.

બિગ બીને કર્યું ટ્વિટ

બિગ બીને કર્યું ટ્વિટ

BHUના ન્યૂરોલોજી ડિપોર્ટમેન્ટના હેડ ડૉ.વીએન મિશ્રાએ આ અંગે બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને એક ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે "હું તમારો બહુ મોટો ફેન છું, હું નહીં દુનિયાના અનેક લોકો તમારા ફેન છે અને તમને ફોલો કરે છે. તમે જે ઠંડા તેલની જાહેરાત કરો છો. જેનો તેવા દાવો છે કે તેના લગાવવાથી દુખાવો, અનિદ્રા, ટેન્શન દૂર થાય છે. તે વિજ્ઞાપનમાં કહેવામાં આવતી તમામ વાતો બિલકુલ ખોટી છે. જો તમે આ વાત ના સ્વીકારતા હોવ તો જાતે અજમાવીને જોઇ શકો છો" સાથે જ ન્યૂરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. વીએન મિશ્રા તેમ પણ જણાવ્યું છે કે તમને જે આર્થિક નુક્શાન થશે તેની ભરપાઇ તે પોતે કરશે પણ અમિતાભને આ બ્રાન્ડની જાહેરાત બંધ કરવાનું જણાવ્યું છે.

શું છે કારણ?

શું છે કારણ?

ડૉ. મિશ્રાએ જણાવ્યું કે પૂર્વાચલ, યુવી, બિહાર, એમપી, ઝારખંડમાં વેચાઇ રહેલા અનેક જાણીતા ઠંડા તેલના સેમ્પલ લઇને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રેપર પર અનેક ચોંકવનારા સ્લોગન લખવામાં આવ્યા છે. મુખ્યત્વે જે બ્રાન્ડેડ ઠંડા તેલના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં પ્રતિ 100 એમએલ કપૂરની માત્રા 0.25 મિલિગ્રામથી લઇને 1000 મિલિગ્રામ સુધી છે. કપૂરની વધુ પડતી આ માત્રા માણસને તેનું આદી બનાવી રહી છે.

સિનામોમમ કેમ્ફોરા

સિનામોમમ કેમ્ફોરા

સિનોમોમમ કૈમ્ફોરા નામનું ઝાડ કે જેનાથી કપૂર બને છે. અને કપૂરને દવા તરીકે અને ધરેલૂ ઉપચારોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ રિસર્ચમાં જે મુજબ જણાવ્યું છે તે મુજબ વધુ પડતો કપૂરનો ઉપયોગ હાનિકારક છે. જો 50 થી 500 મિલીગ્રામ પ્રતિ લીટર મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે તો ઉલ્ટી, ઝકડન જેવી બિમારી સમતે તમારા નેત્રહિન થવાની સંભાવના પણ રહેલી છે.

અમેરિકામાં પ્રતિબંધ

અમેરિકામાં પ્રતિબંધ

આને લઇને 1983માં અમેરિકાના ખાદ્ય અને દવાઇ માનક સંસ્થા USFDA તેને પોતાના દેશનાં પ્રતિબંધિત કરી હતી. પણ ભારતમાં હજી પણ આવા તેલ મોટા પાયે ચાલે છે. હાલ તો રિસર્ચ પ્રમાણે આ તમામ ઠંડા તેલમાં જે મોટા પ્રમાણમાં કપૂર નાખવામાં આવે છે તે ખતરનાક છે તેવું જાણવા મળ્યું છે.

English summary
Doctor ask amitabh bachchan not to promote cooling oil.
Please Wait while comments are loading...